BREAKING NEWS

ઉપલેટામાં પારકા ઝઘડામાં વચ્ચે પડતા સફાઇ કામદાર પ્રૌઢ પર છરીથી હુમલાનો મામલો

  • April 22, 2026 11:24 AM 

રાજકોટ ઉપલેટામાં વાલ્મિકીવાસમાં રહેતા નગરપાલિકાના સફાઈ કામદાર પ્રૌઢને અહીં ફટપાથ પર રહેતા શખસે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આરોપી તેના ભાઈ સાથે ઝઘડો કરતો કોઈ પ્રૌઢે ઝઘડો ન કરવા અને ગાળો ન બોલવાનું કહેતા તેમના પર  હુમલો કર્યો  હતો.ઉપલેટામાં કોટેજ હોસ્પિટલની સામે વાલ્મિકી વાસમાં રહેતા સફાઈ કામદાર કાંતિભાઈ નાનજીભાઈ જેઠવા (ઉ.વ.૫૫) દ્રારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે યુનુસશાહ ફકીરનું નામ આપ્યું છે. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના ૬:૩૦ વાગ્યા આસપાસ તેઓ પોતાની નોકરી પર બગીચા પાસે આવેલ નગરપાલિકાના શૌચાલયની સફાઈ માટે ગયા હતા. બપોરના આશરે ત્રણેક વાગ્યા આસપાસ તેઓ કામ પરથી પરત આવતા હતા ત્યારે ફટપાથ પર રહેતો યુનુશ ફકીર તથા તેનો ભાઈ બંને ઝઘડો કરતા હોય અને ગાળો બોલતા હોય જેથી યુનુસને ગાળો બોલવાની ના પાડી હતી અને અહીંથી દૂર જતા રહેવાનું કહેતા યુનુસે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી તથા પોતાના ભાઈને ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેનો ભાઈ અહીંથી ભાગી ગયો હતો.
બાદમાં યુનુસના હાથમાં છરી હોય તે લઈ ફરિયાદી પાછળ મારવા માટે દોડતા ફરિયાદી ભાગવા જતા આગળ પડી ગયા હતા. ત્યારે યુનુસે અહીં આવી તેને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા લોહી નીકળવા લાગતા તેમણે બુમાબૂમ કરી હતી. જેથી યુનુસ અહીંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ફરિયાદીને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News