BREAKING NEWS

ઉપલેટામાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ પર પાઇપ વડે હુમલાનો મામલો : ત્રણ સામે ફરિયાદ

  • April 15, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ઉપલેટામાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ પર પાઇપ વડે હત્પમલો કર્યેા હતો. જેમાં બંનેને ઈજા પહોંચી હતી. યુવાનના પિતરાઈ ભાઈ સાથે તેના મામાના પુત્રો ઝઘડો કરતા હોય સમજાવવા જતા ગાળો આપી મારમાર્યેા હતો. જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપલેટામાં ભાદર ચોકમાં રહેતા રિતિક ધીભાઈ સોલંકી (ઉ.વ ૨૫) નામના યુવાને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટામાં જ રહેતા દીપક મનસુખભાઈ સોલંકી,વિનોદ મનસુખભાઈ સોલંકી અને શૈલેષ બચુભાઈ સોલંકીના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલ બપોરના તે ઘરે હતો ત્યારે પિતાના ફોનમાં મામાના પુત્ર વિનોદ કાળાભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,મારા મામાના દીકરા દિપક સોલંકી, વિનોદ અને શૈલેષ મારી તથા મારા ભાઈ શૈલેષ સાથે ડખો કરે છે તમે આવીને આ લોકોને સમજાવો.જેથી યુવાન તથા તેના પિતા અને તેના કાકા વિપુલભાઈ ત્રણેય અહીં નાગનાથ ચોક ખોડીયાર લોજ પાસે ગયા હતા. ત્યારે આ શખસો ઝઘડો કરતા હોય જેથી તેમને છૂટા પડવાની કોશિશ કરી હતી.
દરમિયાન આ ત્રણેય યુવાનને ગાળો આપવા લાગ્યા હતા અને કહ્યું હતું કે, અહીંથી જતા રહો નહીંતર સારાવટ નહીં રહે ઝઘડો નહીં કરવા સમજાવતા દિપક સોલંકીએ લોખંડનો પાઇપ લઇ વિનોદને મારવા જતા યુવાન વચ્ચે પડતા તેને કપાળનાભાગે પાઇપ ફટકારી દીધો હતો. બાદમાં આ શખસો અહીંથી જતા રહ્યા હતા. આ મારામારીમાં યુવાનને તથા તેના મામાના પુત્ર વિનોદને ઇજા પહોંચી હતી જે અંગે તેણે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News