BREAKING NEWS

મોરબીના ઘુંટું ગામે યુવક પર લોખંડના પાઈપથી હુમલાનો મામલો

  • April 21, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ઘુંટુ ગામે પિતા–પુત્ર વચ્ચેની સામાન્ય વાતચીતમાં પાડોશીએ ખોટી સમજૂતીના કારણે ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે યુવક પર જીવલેણ હત્પમલો કર્યેા હતો જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના જુના ઘૂંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ દેવજીભાઈ વોરા (ઉ.વ.૩૪) એ આરોપી સચીનભાઈ દિનેશભાઈ બારોટ તથા કિશનભાઈ કમલેશભાઈ બારોટ રહે બંને ઘુંટુ ગામ તા. મોરબીવાળા વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ પોતના ઘર પાસે હાજર હતા તે દરમ્યાન ફરીયાદિના પિતા ફરીયાદિને કામ બાબતે ઠપકો આપતા હોય તે દરમ્યાન આરોપી સચિન આવી કહેવા લાગેલ કે મને કેમ ગાળો આપો છો તેમ કહી એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદિને ગાળો આપી તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરીયાદિના ખંભાના ભાગે તથા વાસાના ભાગે મારી કાનના ભાગે મુઢ ઈજા પહોંચાડેલ તેમજ આરોપી કિશનભાઇએ ફરીયાદિ પાસે આવી તેના હાથમાં રહેલ લોંખડનો પાઈપ ફરીયાદિને માથાના ભાગે એક ઘા મારી માથામાં ફેકચર (હેમરેજ) જેવી ઈજા પહોંચાડેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News