શહેરની ભાગોળે ખેરડી ગામ તરફ પોલીસે દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી લીધી હતી.પોલીસે કારમાંથી 168 બોટલ દારૂ સાથે દુધસાગર રોડ પર રહેતા શખસને ઝડપી લીધો હતો.દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ.11.14 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ખેરડી ગામ તરફના રોડ પાસેથી એક શંકાસ્પદ ક્રેટા કાર અટકાવી હતી. પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી રૂપિયા 1.14 લાખની કિંમતનો 168 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે કારચાલક દીપક વલ્લભભાઈ મકવાણા (રહે. માજોઠીનગરના ખૂણે દૂધસાગર રોડ)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 11.14 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી દારૂ કોની પાસેથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.
ડીસીબીની ટીમે બરકતનગર મેઇન રોડ સત્યમ શિવમ સુન્દરમ સ્કૂલ પાછળના વિસ્તારમાં રહેતા અક્રમશાહ કાદરસા સરવદી નામના શખસના મકાનમાં દરોડો પાડી અહીંથી રૂપિયા 28,164 ની કિંમતનો 42 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચિંતન શિબિરના નિર્ણયનો અમલ: પ્રવાસન વિભાગમાં ૧૭ નવી જગ્યા ઉભી કરાઈ
April 08, 2025 11:29 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, મળી શકે છે કોઈ કિંમતી ભેટ
April 08, 2025 11:27 AMજામનગરમાં રામનવમીના પારણાં પ્રસંગે લોહાણા સમાજનું યોજાયું સમૂહ ભોજન
April 08, 2025 11:27 AMસ્કોલરશિપ માટેની ટેસ્ટમાં પાંચ લાખમાંથી માત્ર ૭૦,૦૦૦ વિધાર્થીને ૫૦ ટકાથી વધુ ગુણ
April 08, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech