જસદણ પોલીસ મથકના સ્ટાફને જસદણ રોડ પર દ્વારકાધીશ હોટલ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાં રૂપિયા 2,66,000 ની કિંમતના 392 બોટલ દારૂના જથ્થા સાથે ગોંડલના મોટા દડવાના બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં દારૂનો આ જથ્થો મોટામાત્રા અને વીંછિયાના ખારચીયા ગામે રહેતા બંને શખસોએ મોકલાવ્યો હોય અને તે ગોંડલમાં રહેતા શખસને પહોંચાડવાનો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે દારૂના જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 5.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછતાછમાં અન્ય ચાર શખસોના નામ ખુલ્યા હોય જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચનાના પગલે ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જસદણ-વીંછિયા રોડ પર દ્વારકાધીશ હોટલથી આગળ વાહન ચેકિંગ દરમિયાન અમેઝ કાર નંબર જીજે 19 એમ 5351 શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે આ કારને અટકાવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો રૂ.2,66,484 ની કિંમતનો 392 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા જેમની પૂછતાછ કરતા તેમના નામ ધર્મેન્દ્ર વલકુભાઈ ખાચર અને અક્ષય અનુભાઈ મીઠાપરા (રહે. બંને મોટા દડવા તા. ગોંડલ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે દારૂનો આ જથ્થો કાર સહિત કુલ રૂપિયા 5,47,244 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની તપાસમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલ ધર્મેન્દ્ર ઉર્ફે ધમભાઈ ખાચર તથા મોટા દડવામાં જ રહેતો આશિષ વાળા બંને ભાગીદારીમાં દારૂનો ધંધો કરે છે તેમણે વિંછીયાના ખારજીયા ગામે રહેતા પ્રતાપ વસ્તુભાઈ ખાચર અને મોટા માત્રામાં રહેતા વિજય ખાચરનો સંપર્ક કરી ત્યાંથી દારૂનો આ જથ્થો મંગાવ્યો હતો. ધર્મેન્દ્ર દારૂ લેવા માટે કાર લઈને ગયો હતો અને મજૂરી માટે અક્ષયને સાથે રાખ્યો હતો. બાદમાં દારૂનો આ જથ્થો અન્ય પાર્ટનર આશિષને સોંપવાનો હતો અને ત્યાંથી કારમાં દારૂ ગોંડલમાં રહેતા દેવુભાઈ ગરાસીયાને આપવાનો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દારૂ પ્રકરણમાં છ શખસો સામે ગુનો નોંધી અન્ય ચાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech