BREAKING NEWS

કુવાડવા જીઆઈડીસી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ: રૂા.૧૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ

  • July 07, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનથી દારૂ ભરી લાવતો હતો અને ક્રાઇમ બ્રાંચની ઝપટે ચડી ગયો કારમાંથી રૂા.૩.૭૦ લાખની મોંઘીદાટ શરાબની ૧૨૦ બોટલ 


રાજકોટ–અમદાવાદ હાઇવે પર કુવાડવા જીઆઈડીસી પાસે ક્રાઇમ બ્રાન્ચે દા ભરેલી ક્રેટા કાર ઝડપી મોંઘીદાટ દા બોટલો કબ્જે કરી હતી. પોલીસે . ૩.૭૦ લાખની સ્કોચ દાની બોટલ સાથે ફર્નિચરનો ધંધાર્થી હિતેશ મોઢવાડીયાને પકડી .૧૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્રારા શહેરી વિસ્તારમાં દા–જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એ એસ ચાવડાની સ્કોડ પ્રયત્નશીલ હતી. દરમિયાન એએસઆઈ અનિલભાઈ સોનારા અને કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે રાજકોટ–અમદાવાદ હાઈવે પર કુવાડવા જીઆઇડીસી નજીક એટીએન એન્ટરપ્રાઇઝ સામેથી હ્યુન્ડાઇ ક્રેટા કાર જેના રજી. ન.ં જીજે ૧૮ ઇજી ૬૬૧૮ માંથી .૩.૭૦ લાખની કિંમતનો મોંઘીદાટ શરાબની ૧૨૦ બોટલ સાથે હિતેશ સવદાસભાઈ મોઢવાડિયા (ઉવ ૨૫)(રહે. નાગેશ્વર સોસાયટી શેરી નં.– ૫, જામનગર રોડ, રાજકોટ)ની પકડી દા, મોબાઈલ, કાર મળી ૧૩.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલો શખસ દા વેચાણ અર્થે રાજસ્થાનથી દાનો જથ્થો કારમાં ભરીને આવી રહ્યો હતો. ફર્નિચરનો ધંધાર્થી દાની ખેપ મારીને આવે તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.ઝડપાયેલ શખ્સ અગાઉ દાહોદ ખાતે દાના ગુનામાં ઝડપાઈ ચુકયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News