જામનગર શહેરમાં કારની ઉઠાંતરી

  • July 26, 2021 11:39 AM 

ચોકીદાર પાસે ખોટું બોલીને આરોપી પાર્કિંગમાંથી ચાવી લઇ છન્નન

જામનગરના લાલબંગલા સર્કલ પાસે જૈન પ્રવાસી ગૃહની સામે આવેલ વિનસ એપાર્ટમેન્ટ્સ ફ્લેટ નંબર 402 ખાતે રહેતા વેપારી સંદીપભાઈ પદમચંદ જૈન ઉંમર ૪૮ એ સીટી બી ડિવિઝન માં બે દિવસ પહેલા જામનગરની દેશી સ્કુલ પાછળ આવેલ જલારામ સોસાયટીમાં રહેતા કુલદીપ સિંહ હરુભા નામના શખ્સ સામે આઇપીસી કલમ 379 મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત મુજબ, સંદીપભાઈએ વિનસ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલ કાર ફોક્સ વેગન નંબર gj1 કેએસ 2789 કિંમત રૂ સાડા ત્રણ લાખ ગત તારીખ 24 ના રોજ એપાર્ટમેન્ટના ચોકીદાર હનુભા જાડેજા પાસે ખોટું બોલી આરોપીએ ફરિયાદીની કારની ચાવી પાર્કિંગમાંથી લઈને કારની ચોરી કરીને લઇ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS