જસદણ પંથકમાં વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ વિંછીયા અને આટકોટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જસદણમાં સાણથલી પ્લોટ વિસ્તારમાં રહેતા અશ્વિન બાબુભાઈ વોરા (ઉ.વ 47) નામના વેપારીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યુવરાજ બાબુભાઈ વાળા (રહે. સાણથલી)નું નામ આપ્યું છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કૃષિ વિષયક તથા હેલ્થ કેરની દવાઓનું વેચાણ કરે છે. દોઢેક વર્ષ પહેલા પૈસાની જરૂરિયાત હોય યુવરાજનો સંપર્ક કરી તેની પાસેથી રૂ. 1 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા.બાદમાં વેપારીએ રૂ.10,000 ગુગલ પેથી તેને ચૂકવ્યા હતા. ત્યારબાદ તેની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થતા યુવરાજને વ્યાજની ચૂકવણી કરી શક્યા ન હતા. જેથી તે પઠાણી ઉઘરાણી કરવા લાગ્યો હતો અવાર-નવાર ઘરના સભ્યો હાજર હોય ત્યારે ગાળો બોલી મૂળ રકમ તથા વ્યાજની ઉઘરાણી કરતો હતો.
ગત દિવાળીએ તેને રૂપિયા 50,000 નો ચેક આપ્યો હતો આજથી ચારેક મહિના પહેલા યુવરાજે કોલ કરી વેપારીને સ્મશાન પાસે બોલાવી કહ્યું હતું કે, તમે મારા રૂપિયા આપી દો અથવા તમારી કાર આપી દો જેથી વેપારીએ કહ્યું હતું કે, હાલ મારી પાસે રૂપિયાની કોઈ સગવડ નથી જેથી આ યુવરાજ એ ધમકી આપી હતી કે, તારે રૂપિયા અથવા કાર આપી પડશે નહીંતર હું તારા ગામ વચ્ચે ધજાગરા કરીશ અને ગામ વચ્ચે તારા ટાંટિયા ભાંગી નાખીશ. તેમ કહી વેપારી પાસેથી તેની હોન્ડા સિટી કાર પડાવી લીધી હતી. વેપારીએ આરોપી પાસેથી રૂપિયા ૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હોય જેના ૩૦ હજાર આપ્યા હતા તેમજ 50,000 નો ચેક આપ્યો હતો છતાં આ શખસે પઠાણી ઉઘરાણી કરી વેપારી પાસેથી કાર પડાવી લીધી હતી.
વ્યાજખોરીના અન્ય બનાવમાં વીંછિયાના આસલપુર ગામે રહેતા ભૂપત વાલજીભાઈ સાકળીયા(ઉ.વ 33) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે રહે છે અને પોતે વિકલાંગ છે. બે વર્ષ પૂર્વે ખેતીના કામ સબબ પૈસાની જરૂરિયાત હોય જેથી ગામના વિક્રમ જીજીભાઈ ડોડીયા પાસેથી રૂપિયા દસ હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં યુવાને આ વિક્રમને રૂપિયા 14,000 વ્યાજ પેટે આપી દીધા હતાં. દરમિયાન મુંબઈ ખાતે તેનો અકસ્માત થતાં યુવાનના બંને પગે ઓપરેશન આવેલ અને તે હાલ ચાલી શકતો નથી.
આજથી ૨૦ દિવસ પહેલા સાંજના પાંચેક વાગ્યે તે ઘર બહાર બેઠો હતો ત્યારે વિક્રમ અહીં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તારે મારા પૈસા નથી આપવાના તારું વ્યાજ વધી ગયું છે તેમ કહીને ગાળો આપી કહ્યું હતું કે, મારે પૈસા આપી દેવા છે થોડો ટાઈમ ખામી જાવ હું તમારા પૈસા અને વ્યાજ બધું આપી દઈશ. આ સાંભળી વિક્રમ ઉશ્કેરાયો હતો અને બે ત્રણ લાફા મારી ભીત સાથે યુવાનના માથા અથડાવી તેને નીચે પછાડી દીધો હતો. દરમિયાન યુવાનના ઘરના આવી જતા તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. બાદમાં આ મામલે યુવાને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિક્રમ વ્યાજની ઉઘરાણી માટે ઘરે અને વાડી આવી ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : સમૂહ લગ્નમાં નકલી દાગીના પધરાવવા મામલે આયોજક વિક્રમ સોરાણીનું નિવેદન
May 13, 2025 11:24 AMનિકાવા ગામમાં પ્રૌઢનો ઝેરી દવા પી લઈ આપઘાત
May 13, 2025 11:23 AMસ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફિક્સ અનામત મામલે હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી
May 13, 2025 11:22 AMજામનગર: વાલસુરામાં કર્મચારીનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ
May 13, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech