મુંજકા ચોકડી પાસે કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કાર ખાબકતા કારમાં નુકસાન થયું હતું. સદભાગ્યે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. કોર્પોરેશન દ્વારા યુટીલીટી પાઇપ નાખવા માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો. દરમિયાન આજરોજ સવારના કારચાલક અહીંથી કાર લઈને નીકળતા કોઈ કારણોસર તે ખાડામાં ખાબકતા અકસ્માતની આ ઘટના બની હતી. જોકે આ ઘટનામાં કારમાં નુકસાન થયું હતું પરંતુ સદભાગ્યે કારચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.