રાજધાની દિલ્હી–એનસીઆરમાં મોડી રાતે ૭.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર થોડાક સમય સુધી રહી હતી.ધરતીમાં કંપનનો અનુભવ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો ભયના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે કોઈ નુકસનીના અહેવાલ નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં ૮૦ કિલોમીટરની ઐંડાઈએ હોવાની માહિતી આપી છે.
ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે મોડી રાત્રે ૭.૨ની તીવ્રતાનો એક તીવ્ર ભૂકપં આવ્યો હતો. જેના કારણે દિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં ૮૦ કિલોમીટરની ઐંડાઈએ હોવાની માહિતી આપી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં ૮૦ કિલોમીટરની ઐંડાઈએ હતું. દિલ્હી–એનસીઆર ભૂકપં માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂસ્તરશાક્રીઓએ રાજધાની અને આસપાસના વિસ્તારોને ઝોન–૪માં મૂકયા છે.ઝોન–૪ એટલે કે હિમાલય, કાશ્મીર અને કચ્છ પછી દિલ્હી એનસીઆરમાં ભૂકંપનું જોખમ સૌથી વધુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી અહીં વારંવાર ભૂકપં આંચકા અનુભવાઇ રહ્યા છે. ગત વર્ષે અહીં ૧૮ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે.
ભૂકંપની તીવ્રતામાં વધારો
ઉત્તર ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. આ સાથે ભૂકંપની તીવ્રતા પણ વધી રહી છે, જે ખૂબ જ જોખમી છે. ખાસ કરીને અફઘાનિસ્તાન અને નેપાળ સહિત હિમાલયના ક્ષેત્રમાં આવતા દરેક ભૂકંપની અસર દિલ્હી–એનસીઆર પર પણ પડી રહી છે.
દિલ્હીમાં ભૂકંપનો ખતરો
દિલ્હી ફોલ્ટ લાઇન પર સ્થિત છે. મથુરા, મુરાદાબાદ અને સોહના પણ ત્રણેય ફોલ્ટ લાઇન છે, જે હિમાલયન ટેકટોનિક પ્લેટની નજીક છે. ધરતીની અંદર ટેકટોનિક પ્લેટસ અથડાય ત્યારે ભૂકપં આવે છે. જેના કારણે જ હિમાલયના ક્ષેત્રમાં આવતા કોઈપણ ભૂકંપના આંચકા દિલ્હીમાં જોવા મળે છે.
ઝોન–૪ શું છે?
ભૂકંપને ધ્યાનમાં રાખીને દેશને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. દિલ્હી–એનસીઆરનો આ વિસ્તાર સિસ્મિક ઝોન–૪માં છે. મતલબ કે હિમાલય અને ભૌગોલિક સ્થિતિને જોતા અહીં ભૂકંપનો ભય રહે છે. ભૂકંપના જોખમોના આધારે આ ઝોનનું વિભાજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાલય, કાશ્મીર અને કચ્છને ઝોન–૫માં રાખવામાં આવ્યા છે, અહીં ભૂકંપનું જોખમ વધારે છે. આ પછી દિલ્હી–એનસીઆર, મહારાષ્ટ્ર્ર અને જમ્મુમાં સંવેદનશીલ વિસ્તારો આવે છે, જેને ઝોન–૪માં રાખવામાં આવ્યા છે. યારે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને બેંગ્લોરનો ઝોન–૩માં સમાવેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech