ક્ષત્રિય સમાજને મોટું મન રાખીને માફ કરવાની સામે રૂપાલાની ટિકિટ મોટું મન રાખીને રદ કરોના વળતા મેસેજ

  • April 02, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના ક્ષત્રિય સમાજ સામેના અશોભનીય વિધાન, ટિપ્પણીનો વિવાદ કોઈ કાળે સમી રહ્યો નથી. આજે ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરિય રાજકીય તજજ્ઞોની મિટીંગ બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્રારા ક્ષત્રિય સમાજ સમક્ષ મોટું મન રાખીને માફ કરી દેવાની કરાયેલી અપીલ સામે ભાજપ મોટું મન રાખીને રૂપાલાની ટિકિટ રદ કરે એટલે વાત પુરીના મેસેજ તુરતં જ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગતા આ ભારેલા અિ જેવો મુદ્દો શાંત પડશે કે નહીં? તે હવે કદાચ ભાજપના તજજ્ઞો ક્ષત્રિય સમાજના અગ્રણીઓ માટે પણ વિચારાધિન જેવો બની ગયો છે.

ગત સાહે મામલો ઠારવા માટે ગોંડલના ગણેશગઢ ખાતે સંમેલન થયું હતું જેમાં પરસોતમભાઈએ હાજર રહી માફી માગી હતી. જો કે, આ સંમેલનમાં ભાજપના જ આગેવાનો હાજર હતા. કોઈ સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ કે આ વિવાદ માટેની ૯૦ સંસ્થાની સંકલન સમિતિના કોઈ સભ્યો પણ હાજર ન હતા. ત્યાં એવું જાહેર કરી દેવાયું હતું કે, હવે અહીં પરસોતમભાઈ સાથે વિવાદ પૂર્ણ થઈ ગયો છે. જો કે, આ સમાધાન ક્ષત્રિય સમાજમાં માન્ય રહ્યું ન હતું. સામાજિક આગેવાનો, યુવાનો અને મહિલાઓમાં પણ રોષ ઉઠયો હતો કે, જે સમાધાન થયાની વાત વહેતી કરી છે કે માત્ર ભાજપના આગેવાનો કે કાર્યકરોની છે. સમાજને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ સમાધાન મંજૂર છે જ નહીં અને ગોંડલના સંમેલન બાદ આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. રાયભરમાં ઠેર–ઠેર દેખાવો, સંમેલનો, રેલીઓ નીકળી રહી છે. હવે ગામોમાં ભાજપના કોઈ અગ્રણીઓએ, કાર્યકરોએ પ્રચારમાં આવવું નહીં તેવા બેનરો સાથે આ રોષે ભડકાનું રૂપ લીધું હોય તેવું દેખાઈ રહ્યું હતું.

ક્ષત્રિય સમાજનો રોષ ખાળવા માટે આજે ભાજપના ક્ષત્રિય સમાજના બુઝુર્ગ આગેવાનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પક્ષના અન્ય અગ્રણીઓની બેઠક મળી હતી ત્યારબાદ પ્રદેશ પ્રમુખ પાટીલે મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે, જે ટીપ્પણી થઈ છે તેનો રોષ સ્વભાવિક છે. મારી હાથ જોડીને વિનંતી છે કે, ભુલ થઈ છે તેની ક્ષત્રિય સમાજ મોટુ મન રાખીને માફી આપે. આવા શબ્દો સાથેના સ્ટેટમેન્ટ બાદ તુરતં સોશિયલ મીડિયામાં અલગ અલગ મેસેજ વાયરલ થવા લાગ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજ મોટુ મન રાખીને રૂપાલાને માફ કરી દે તેવા નિવેદન સામે બીજેપી સરકાર મોટુ મન રાખીને રૂપાલાની ટિકિટ રદ કરી દે એટલે વાત પુરીના આવા મેસેજો તુરતં જ ફરવા લાગ્યા હતા.
આવતીકાલે આ બાબતે ૯૦ સંસ્થાના સંકલન સમિતિના સભ્યોની બેઠક મળનારી છે તેને લઈને પણ મેસેજો તુરતં જ વાયરલ થવા લાગ્યા છે કે, સભ્યને માલૂમ થાય કે રૂપાલાની ટિકિટ કેન્સલ કર્યા સિવાય કોઈ જ પ્રકારનું સમાધાન સ્વીકારાશે નહીં. એના સિવાયનું કઈં નક્કી કરતા નહીં. યાદ રાખજો ગોંડલની ઘટના હજી સમાજમાં ચર્ચાસ્પદ જ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application