ભીમનગર પીપીપી યોજના રદ કરો; મનપામાં ટોળા ઉમટયા

  • September 26, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે બપોરે કાલાવડ રોડ પરના જય ભીમનગર વિસ્તારમાંથી દલિત સમાજના ટોળેટોળા ઉમટી પડા હતા અને ભીમનગરમાં ટીટીપી આવાસ યોજના લાગુ કરવા સામે વિરોધ વ્યકત કરી કચેરી સંકુલમાં લગભગ એકાદ કલાક સુધી જય ભીમના ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા.
અંદાજે ૩૦૦ થી ૪૦૦ લોકોનું ટોળું કચેરીમાં આવ્યું હતું અને આવેદનપત્ર પાઠવવા જતી વેળાએ ફરજ પરના પોલીસ સ્ટાફ દ્રારા કચેરીમાં ઉપર જતા રોકવામાં આવતા ભારે નારાજગીની લાગણી પ્રસરી ગઈ હતી. મ્યુનિસિપલ કમિશનરને મળવા જવા માટે ફકત પાંચ સાત લોકોના પ્રતિનિધિ મંડળને મંજૂરી આપવામાં આવશે તેવું જણાવતા ટોળા દ્રારા મ્યુનિસિપલ કમિશનર આવેદનપત્ર સ્વીકારવા માટે નીચે આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અંતે કમિશનરે તે માંગણી ગ્રાહ્ય રાખી હતી અને તેઓ આવેદન સ્વીકારવા નીચે સુધી આવ્યા હતા.
દરમિયાન પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારએ જણાવ્યું હતું કે જયભીમનગરમાં પીપીપી આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે તે જમીનની બજાર કિંમત અંદાજે પિયા ૭૦૦ કરોડ જેટલી છે અને આ જમીન ફકત પિયા ૧૦૩ કરોડના ભાવે બિલ્ડરને આપવામાં માટે કાર્યવાહી શ કરાયાનું જાણવા મળ્યું છે ત્યારે જય ભીમ નગરમાં રહેતા ગરીબ પરિવારને વિસ્થાપિત કરીને ત્યાં આગળ ખાનગી બિલ્ડરને ફાયદો થાય તે રીતે પીપીપી આવાસ યોજના નિર્માણ કરવાની વાત છે. આથી જય ભીમ નગર વિસ્તારમાં પીપીપી આવાસ યોજના જ રદ કરવામાં આવે અને બિલ્ડરને સસ્તા ભાવે જમીન આપવા કાર્યવાહી કરનાર તમામ સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી હોવાનું તેમણે જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application