નવી દિલ્હી ભારતે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યા અંગેના કેનેડિયન મીડિયાના અહેવાલોને સખત રીતે નકારી કાઢા છે અને કહ્યું છે કે તેને માનહાનિ તરીકે નકારી કાઢવા જોઈએ. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા બદનક્ષીભર્યા અભિયાનો બંને દેશો વચ્ચે પહેલેથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે ગઈકાલે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે અમે સામાન્ય રીતે મીડિયા રિપોટર્સ પર ટિપ્પણી નથી કરતા. જો કે એક અખબારમાં કેનેડિયન સરકારના ક્રોત દ્રારા કથિત રીતે કરવામાં આવેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને તિરસ્કાર સાથે નકારવા જોઈએ કે જે માટે તેઓ લાયક છે. જયસ્વાલનું નિવેદન કેનેડા સ્થિત ગ્લોબ એન્ડ મેલના એક અહેવાલને લઈને આવ્યું છે જેમાં એનઆઈએ દ્રારા આતંકવાદી જાહેર કરાયેલા હરદીપ નિરના મૃત્યુને ભારત સરકાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધ ગ્લોબ એન્ડ મેઇલ દ્રારા પ્રકાશિત અહેવાલ અનુસાર, કેનેડિયન રાષ્ટ્ર્રીય–સુરક્ષાના એક વરિ અધિકારીએ દાવો કર્યેા છે કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ માને છે કે પીએમ મોદીને કેનેડામાં નિરની હત્યા અને અન્ય હિંસક કાવતરાની અગાઉથી જાણકારી હતી. અધિકારીએ દાવો કર્યેા હતો કે કેનેડિયન અને યુએસ ગુચર એજન્સીઓએ આ હત્યાને રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી ડો એસ જયશંકર સહિત ગૃહ પ્રધાન અમિત શાહ સાથે જોડી છે. જોકે કેનેડા પીએમ મોદીની કથિત સંડોવણીના કોઈ પુરાવા આપી શકયું નથી. અધિકારીએ સૂચવ્યું કે એ માનવું મુશ્કેલ હશે કે ભારતમાં ત્રણ ઉચ્ચ અધિકારીઓને સંડોવતા આવા મહત્વપૂર્ણ ઓપરેશનની આગળ જતા પહેલા પીએમ મોદી સાથે ચર્ચા કરવામાં આવી ન હોય. ગયા મહિને યારે બંને દેશોએ ગયા વર્ષે બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિરની હત્યાના આરોપમાં એકબીજાના છ રાજદ્રારીઓને હાંકી કાઢા ત્યારે મામલો વધી ગયો. કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે નિરની હત્યામાં ભારતીય રાજદ્રારીઓ સામેલ હતા. જો કે ભારતે આ આરોપોને નકારી કાઢા હતા અને કહ્યું હતું કે કેનેડા આ આરોપોને સમર્થન આપવા માટે નક્કર પુરાવા પ્રદાન કરવામાં સક્ષમ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech