કેનેડામાં ભણવાનું સપનું જોતા ભારતીય વિધાર્થીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. કેનેડાની ટ્રુડો સરકારે સ્ટુડન્ટ વિઝા પરમિટમાં ૩૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જાહેરાત કરી હતી કે કેનેડા વિદેશી વિધાર્થીઓની પરમિટ ૩૫ ટકા ઘટાડશે. આ કેપ ૨૦૨૪ માં પરમિટની સંખ્યા ઘટાડીને ૩૬૪,૦૦૦ કરશે. આ વર્ષના અંતમાં ૨૦૨૫ની મર્યાદાની ફરી સમીક્ષા કરવામાં આવશે.મિલરે કહ્યું કે આની અસર તે સંસ્થાઓ પર પડશે જે વિદેશથી આવતા વિધાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલે છે અને વિદેશી વિધાર્થીઓની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. જેમાં માસ્ટર્સ અને પીએચડી માટે અરજી કરનારા વિધાર્થીઓને આ મર્યાદામાંથી મુકિત આપવામાં આવશે.
વિદેશી વિધાર્થીઓની વધતી સંખ્યાને કારણે કેનેડા સરકારને કેનેડાના ઘણા શહેરોમાં ગેસ્ટ હાઉસની અછતનો સામનો કરવો પડો છે. કેનેડા હાલમાં આવાસની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે. ૨૦૨૨ માં ૮૦૦,૦૦૦ થી વધુ આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને અસ્થાયી અભ્યાસ વિઝા આપવામાં આવ્યા હતા.મિલરે છેલ્લે કહ્યું હતું કે ૨૦૨૩નો આંકડો ૧૦ વર્ષ પહેલાં જે સ્વીકારવામાં આવ્યો હતો તેનાથી ત્રણ ગણો વધુ હશે.
મિલરે એવો આક્ષેપ કર્યેા હતો કે અમુક સંસ્થાઓને વિદેશી વિધાર્થીઓ પાસેથી ઐંચી ટુશન ફી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે કારણ કે તેમની પાસે સ્થાનિક વિધાર્થીઓ માટે ટુશન વધારવા માટે ઓછી છૂટ છે.આથી વિદેશી વિધાર્થીઓની સંખ્યા પર કાપ મૂકવાનો વિચાર મહિનાઓથી ચાલી રહ્યો છે. મિલરે ભાર મૂકયો હતો કે આ મર્યાદાનો હેતુ વિદેશી વિધાર્થીઓને સજા કરવાનો કે આવતા રોકવાનો નથી પરંતુ અમુક ખાનગી સંસ્થાઓ ટુશનના ભાવ વધારીને જે રીતે વિદેશી વિધાર્થીઓને ખંખેરે છે તેને રોકવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા સરકારે અદાણી ગ્રૂપના ડોનેશનનો કર્યો ઈનકાર, CM રેવંતે કહ્યું- નથી પડવા માગતા વિવાદમાં
November 25, 2024 08:11 PMજામા મસ્જિદ સદર ઝફર અલી સહિત 20 થી વધુની અટકાયત, સપા MP વિરુદ્ધ FIR, સંભલમાં એલર્ટ
November 25, 2024 08:09 PMજેતલસરના બાળકને મળ્યું નવું જીવન, સફળ સારવારથી દૂર થઈ ગઈ જન્મજાત ખામી
November 25, 2024 08:05 PMરાજકોટઃ 181 અભયમ ટીમે ભૂલી પડેલી બાળકીને પહોંચાડી ઘરે
November 25, 2024 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech