અમિત શાહે હત્યા કરાવી: કેનેડાના ગંભીર આરોપ

  • October 30, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસે કોઈ જ પુરાવા વગર આક્ષેપ કર્યો કે કેનેડામાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવવામાં શાહનો હાથ છે

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વધુ બગડવાની શક્યતા છે. હવે સમાચાર એ છે કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. જો કે, આ માટે કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. હાલમાં આ અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અગાઉ કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વમર્નિે એક કેસની તપાસમાં રસ ધરાવતા વ્યક્તિ તરીકે જાહેર કયર્િ હતા. ભારતે કેનેડાના આરોપોને નકારી કાઢ્યા હતા. અહેવાલ મુજબ, કેનેડાની સરકારે આરોપ લગાવ્યો છે કે કેનેડામાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવવામાં શાહનો હાથ છે. રિપોર્ટ અનુસાર, કેનેડિયન અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે શાહ શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ હિંસામાં સામેલ હતા.
કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસને સંસદીય પેનલને કહ્યું કે, તેમણે પોસ્ટને જાણકારી આપી છે કે ષડયંત્ર પાછળ શાહનો હાથ છે. મોરિસને સમિતિને કહ્યું, પત્રકારે મને પૂછ્યું કે શું તે, એટલે કે શાહ, તે જ વ્યક્તિ હતા, તો મેં પુષ્ટિ કરી કે હા તે જ વ્યક્તિ છે.ખાસ વાત એ છે કે આ વખતે પણ તેણે કોઈ માહિતી કે પુરાવા શેર કયર્િ નથી.ગયા વર્ષે કેનેડાના પીએમ ટ્રુડોએ પણ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સરકાર સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે પછી પણ તેણે આ સંબંધિત કોઈ પુરાવા રજૂ કયર્િ ન હતા. થોડા દિવસ પહેલા જ તેણે કબૂલ્યું હતું કે આરોપ લગાવતી વખતે તેની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી, પરંતુ કોઈ નક્કર પુરાવા નથી.સંજય વમર્નિે પર્સન ઓફ ઈન્ટરેસ્ટ બનાવ્યા બાદ ભારતે કેનેડા વિરુદ્ધ કાર્યવાહી કરી અને છ રાજદ્વારીઓને બહાર મોકલી દીધા. કેનેડામાંથી પોતાના 6 રાજદ્વારીઓને પણ પાછા બોલાવ્યા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News