કેનેડાએ ભારતને આપ્યો ઝટકો વેપાર મિશનને સ્થગિત કરશે

  • September 16, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીએમ મોદીએ, જી-20 સમિટ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથેની તેમની ટૂંકી મુલાકાતમાં, કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા સતત ’ભારત વિરોધી પ્રવૃત્તિઓ’ અંગે સખત ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારથી બન્ને દેશો વચ્ચે કોઈ બાબતે અનિણર્યિક સ્થિતિ છે તેવું જણાઈ રહ્યું હતું અને હવે એ પરિણામ સામે આવ્યું છે.કેનેડાના ટ્રેડ મિનિસ્ટર મેરી એનજીએ ભારત માટે તેમના પ્રસ્તાવિત વેપાર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન મિશન આવતા મહિને ભારતમાં આવવાનું હતું. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલી જી -20 સમિટ બાદ તાજેતરની ઘટના સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સ દરમિયાન ખાલિસ્તાન મુદ્દે તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડો સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.


મોદીએ સમિટ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથેની તેમની ટૂંકી મુલાકાતમાં, કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા સતત ’ભારત વિરોધી પ્રવૃત્તિઓ’ અંગે સખત ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે આવા ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ સહયોગ કરવો જરૂરી છે.તેમણે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ ચાલુ રાખવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ટ્રુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે થોડા લોકોની ક્રિયાઓ સમગ્ર સમુદાય અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતી નથી. વડાપ્રધાન મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત-કેનેડા સંબંધોની પ્રગતિ માટે પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત સંબંધ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application