તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્રારા લઘુમતીઓ પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ દરેક જગ્યાએ તેમની ટીકા થઈ રહી છે. એટલું જ નહીં આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પણ પત્ર લખવામાં આવ્યો છે અને જસ્ટિસ શેખર કુમાર યાદવ વિદ્ધ કાર્યવાહી કરવાની ફરિયાદ કરવામાં આવી છે. આ સિવાય વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ વિદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
ભારતીય બંધારણની કલમ ૧૨૪(૪) હેઠળ, સુપ્રીમ કોર્ટના કોઈપણ ન્યાયાધીશ સામે મહાભિયોગ શ કરી શકાય છે. બંધારણની કલમ ૨૧૮ હેઠળ, આ જ જોગવાઈઓ હાઈકોર્ટના ન્યાયાધીશોને પણ લાગુ પડે છે. ભારતીય બંધારણની કલમ ૧૨૪ (૪) મુજબ, ગેરવર્તણૂક અને અસમર્થતા, એટલે કે સાબિત ગેરવર્તણૂક અને અસમર્થતા, સંસદ દ્રારા મહાભિયોગ પ્રક્રિયા હેઠળ ન્યાયાધીશને દૂર કરવા માટેનું કારણ માનવામાં આવે છે.
સંસદના કોઈપણ ગૃહમાં ન્યાયાધીશો પર મહાભિયોગ લાવી શકાય છે. આ માટે લોકસભામાં ઓછામાં ઓછા ૧૦૦ સભ્યોનું સમર્થન જરી છે. યારે રાયસભામાં આ માટે ૫૦ સભ્યોની સહી જરી છે. આ પ્રસ્તાવ આવ્યા બાદ સંસદ દ્રારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. પછી તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ સંસદમાં સુપરત કરે છે. એ પછી સંસદના બંને ગૃહોમાં તેના પર ચર્ચા થાય છે. જેમાં જજને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે બહત્પમતી જરી છે અને નિર્ણય સંસદ દ્રારા લેવામાં આવે છે. તેના પર અંતિમ મહોર ભારતના રાષ્ટ્ર્રપતિ તરફથી લાગે છે.
મહાભિયોગ પ્રસ્તાવ પછી, લોકસભાના સ્પીકર અને રાયસભાના અધ્યક્ષ મળીને તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવે છે. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય કોઈ ન્યાયાધીશને સોંપવામાં આવે છે. આ સમિતિમાં કોઈપણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે. તેમજ લોકસભાના અધ્યક્ષ અથવા રાયસભાના અધ્યક્ષ વતી પ્રતિિત ન્યાયશાક્રીનો પણ સમાવેશ થાય છે.
સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ પછી યારે તપાસ સમિતિ તેનો અહેવાલ પૂર્ણ કરે છે અને તેને લોકસભાના અધ્યક્ષ અને રાયસભાના અધ્યક્ષને સુપરત કરે છે. પછી બંને ગૃહોમાં અહેવાલ પર ચર્ચા થાય છે. જો તપાસ અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપો સાચા ન જણાય તો ત્યાં જ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવે છે પરંતુ આરોપો સાચા હોય તો બંને ગૃહો દ્રારા રાષ્ટ્ર્રપતિને આરોપી જજને હટાવવાની ભલામણ કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech