ગઇકાલે ગૌરવ પથ માર્ગ-એસટી રોડ અને સાધના કોલોની રોડ અને રણજીતસાગર પરથી 18 રેંકડીઓ કબ્જે
જામનગર શહેરમાં અનેક સ્થળોએ દબાણો થઇ જતાં હોય, આડેધડ રેંકડીઓ ખડકાઇ જતી હોય, ટ્રાફીક સમસ્યા વકરી રહી છે ત્યારે મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાની ટીમે એસ.ટી. રોડ, દિ.પ્લોટ પોલીસ ચોકી અને સાધના કોલોનીમાંથી 18 રેંકડી કબ્જે કયર્િ બાદ આજ સવારથી જ મોટાપાયે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે, એસ.ટી. રોડથી લઇને રણજીતસાગર રોડ સુધી આડેધડ દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાંજ સુધીમાં અનેક રેંકડી, પથારાઓ કબ્જે કરવામાં આવશે.
આજ સવારથી એસ્ટેટ શાખાના વડા મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે દબાણ ઝુંબેશ શરૂ કરી છે અને 11 વાગ્યા સુધીમાં ચારેક રેંકડીઓ કબ્જે કરી હોવાનું જાણવા મળ્યું છે, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ ગઈકાલે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને લાલ બંગલાથી લઈને સાત રસ્તા સર્કલ સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી માર્ગ પર પડતર પડી રહેલી રેકડી, કેબીનો, કબજે કરવામાં આવી હતી.
ત્યારબાદ એસટી ડેપો રોડથી પવનચક્કી રોડ પરના દબાણ દૂર કરાયા હતા. જેમાં ખાસ કરીને ઓસવાળ હોસ્પિટલ પાસે જાહેરમાં ચાના કાઉન્ટર ઉભા કરી દેવાયા હતા, જે કાઉન્ટ કબજે કરી લઇ દબાણ દૂર કરાયા હતા, ત્યારબાદ સાધના કોલોની રોડ અને છેક લાલપુર બાયપાસ ચોકડી સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી, અને સમગ્ર દિવસ દરમિયાન 18 જેટલી રેકડી- કેબીનો તથા ચા ના કાઉન્ટર વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા.
જામનગર શહેરમાં અનેક સ્થળોએ વેપારીઓ દ્વારા ફૂટપાથનું દબાણ કરવામાં આવ્યું છે, લોકોને ચાલવાની જગ્યા હોતી નથી, જ્યાં જોવો ત્યાં વેપારીઓનો માલસામાન જ ફૂટપાથમાં હોવાથી વૃઘ્ધો અને બાળકો પણ ચાલી શકતા નથી, એસ્ટેટ શાખા દ્વારા અવારનવાર ઓપરેશન કરવામાં આવે છે, પરંતુ દબાણ હટાવ શાખાની ટીમ ગયા પછી માત્ર અડધા કલાકમાં જ આ દબાણો આપોઆપ ગોઠવાઇ જાય છે, બર્ધન ચોકની પણ એ જ હાલત છે, કોર્ટના આદેશનું પાલન કરાવવામાં કોર્પોરેશને અને પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે, જ્યારે જ્યારે બર્ધન ચોક અને શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવે છે, ત્યારબાદના અડધાથી એક કલાકમાં જ આ દબાણો ગોઠવાઇ જાય છે, તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી, જેથી વેપારીઓ પણ નાખુશ થાય છે, થોડા દિવસ પહેલા આ અંગે વેપારીઓએ બર્ધન ચોકમાં દબાણ હટાવવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને ઝુંબેશ બાદ થોડા દિવસ દબાણો હટાવાયા હતા, ત્યારબાદ ફરીથી આ દબાણો ગોઠવાઇ જાય છે, ફરીથી ઝુંબેશ શ ગઇ છે ત્યારે આ ઝુંબેશ અવારનવાર ચાલતી રહી તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
કેટલાક ચાના કાઉન્ટરો સહિતના દબાણો દૂર કરવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજે એસ.ટી. ડેપો રોડથી સાધના કોલોનીના માર્ગે ફરીથી એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી, અનવર ગઝણ, યુવરાજસિંહ ઝાલા, સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech