ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા આવતીકાલે ડાયાબિટીસ અંગેનો કેમ્પ

  • January 04, 2025 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આવતીકાલે રવિવાર તારીખ 5 ના રોજ અહીંના જલારામ મંદિરના પ્રાર્થના હોલ ખાતે ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુ.કે. સ્થિતી શ્રીમતી ઉર્મિલાબેન મુકુંદભાઈ સામાણીના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ ડાયાબિટીસ-બીપી કેમ્પમાં સવારે 9 થી 11 દરમિયાન દર્દીઓની વિના મૂલ્યે નિદાન કરી, સારવાર આપવામાં આવશે. જેનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ સાગરભાઈ ભૂત તથા પ્રોજેક્ટ ચેરમેન હાડાભા જામ દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application