નિર્દેશક સુભાષ ઘાઈએ બોલિવૂડ શબ્દનો ઉપયોગ કરવા વિશે થોડા સમય પહેલા ખુલાસો કર્યો. આ દરમિયાન તેણે તે ઘટના પણ શેર કરી, જેના પછી બોલિવૂડ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. તેમને કહ્યું કે હિન્દી સિનેમા જ કહેવું જોઈ એ.
ભારતમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, મરાઠી, બંગાળી, પંજાબી ગુજરાતી અને હિન્દી સહિત અનેક ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામ પણ રાખવામાં આવ્યા છે. હોલીવુડની તર્જ પર, અહીં પણ કેટલાકને કોલીવુડ અને કેટલાકને ટોલીવુડ કહેવાનો ટ્રેન્ડ છે. એ જ રીતે હિન્દી ફિલ્મ ઉદ્યોગ ઘણા વર્ષોથી બોલિવૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હિન્દી ફિલ્મ ઉદ્યોગને આ નામ કેવી રીતે મળ્યું અને તેનો પ્રથમ વખત ઉપયોગ ક્યારે થયો? આ વિશે દિગ્દર્શક સુભાષ ઘાઈએ આ અંગે ખુલાસો કર્યો હતો.ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે અમારી ઈન્ડસ્ટ્રીને હિન્દી સિનેમા કહેવું જોઈએ બોલિવૂડ નહીં.
એક ઈન્ટરવ્યુમાં સુભાષ ઘાઈએ કહ્યું, “હું એક વાત કહેવા માંગુ છું. મહેરબાની કરીને અમારા હિન્દી સિનેમાને બોલિવૂડ ન કહો. આ બોલિવૂડ શબ્દ છે એ અમને કોઈએ ગાળ આપી હતી. મારી ફિલ્મ રામ લખન રીલિઝ થઈ ત્યારે એક યુનિટ આવ્યું હતું. તેઓએ અમને કહ્યું કે અમે તમારી પ્રીમિયર પાર્ટીને કવર કરવા માંગીએ છીએ. તેણે આ માટે પરવાનગી લીધી અને તેઓએ ઇવેંટ કવર કરી લીધું. ”
સુભાષ ઘાઈ આગળ કહે છે, “જ્યારે હું બે અઠવાડિયા પછી લંડન ગયો ત્યારે ત્યાંની ચેનલો બતાવી રહી હતી કે કેવી રીતે ભારતમાં ફિલ્મ મેકર્સ હોલીવુડની નકલ કરી રહ્યા છે. તેઓએ અમારી મહિલાઓના જૂતા, પર્સ, તેમની હેરસ્ટાઇલના શોટ્સ બતાવ્યા. બંનેએ સાથે મળીને હોલીવુડના પ્રીમિયરને બતાવ્યું કે હોલીવુડમાં પ્રીમિયર આ રીતે થાય છે અને બોલિવૂડમાં આ રીતે થાય છે.
સુભાષ ઘાઈએ કહ્યું કે પ્રીમિયરનો વિડિયો એવી રીતે બતાવવામાં આવ્યો હતો કે અમે નકલ કરનારા છીએ. અમારું ઘણું અપમાન થયું અને કહ્યું કે હિન્દી સિનેમાનું નામ બોલિવૂડ રાખવામાં આવે. સુભાષ ઘાઈએ કહ્યું, "તે ત્યાંથી શરૂ થયું. તે તિરસ્કારથી શરૂ થયું, જેને આપણે આદર તરીકે લીધું. યાદ રાખો જ્યારે તમે તમારી જાતને બોલિવૂડ કહો છો, ત્યારે તમે તમારી જાતને અનુકરણ કરનાર કહો છો.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાએ ઇમિગ્રન્ટ્સ માટે ચેતવણી જારી કરી, વિઝા હોવા છતાં આ બધા લોકો થશે ડિપોર્ટ
March 20, 2025 11:37 PMગીર સોમનાથમાં મોટી દુર્ઘટના: માઢવાડ બંદરે દરિયામાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબ્યા
March 20, 2025 11:35 PMકચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું, ભુજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
March 20, 2025 09:06 PMગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે મહત્વનો નિર્ણય, નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી
March 20, 2025 09:04 PMIPL 2025 પહેલા મોટા સમાચાર: શેડ્યૂલમાં થયો મોટો ફેરફાર...જાણો વધુ વિગત
March 20, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech