આજકાલની ૨૨મા વર્ષમાં અડીખમ સફર સફાઇ સૈનિકોના બાળકોના અતિથિપદે કેક કટીંગ

  • April 02, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પારસ્પરિક ટેરિફની જાહેરાત કરવાના છે. ’ટ્રમ્પ ટેરિફ’ તરીકે ઓળખાતો આ ટેરિફ તમામ દેશોમાં લાગુ કરવામાં આવશે તેમ કહેવાય છે, પરંતુ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી. કેરોલિન લેવિટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ’દેશ આધારિત’ ટેરિફની જાહેરાત કરી શકે છે. જો કે, આ ટેરિફ ખરેખર કેવી રીતે લાગુ કરવામાં આવશે અને તેની ભારત પર શું અસર પડશે તે અંગે અનિશ્ચિતતા છે. 

પોરબંદર ‘આજકાલ’ નો આજે બાવીસમાં શુકનવંતા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવતાવાદી સેવાપ્રવૃત્તિઓ દ્વારા અને નોખી -અનોખી રીતે પોરબંદર ‘આજકાલ’નો જન્મદિવસ ઉજવાયો હતો જેમાં પરપ્રાંતમાંથી ગાંધીજીની ભૂમિને અરીસા જેવી સ્વચ્છ બનાવતા સફાઇ કામદારોના બાળકોના હસ્તે કેક કટીંગ કરાવવામાં આવ્યુ હતુ અને તેઓને ‘આજકાલ’ના જન્મદિનની ભેટ ‚પે સ્વચ્છતા કીટ સહિત ચપ્પલ અર્પણ કરવામાં આવ્યા હતા.
ગાંધી-સુદામાની નગરી પોરબંદરમાં પત્રકારત્વ ક્ષેત્રે એકમાત્ર ‘આજકાલ’ સાંધ્ય દૈનિક પ્રકાશિત થાય છે અને તા. ૨-૪-૨૦૦૪થી શ‚ કરવામાં આવેલી સફર આજે જોતજોતામાં બાવીસમાં વર્ષમાં પ્રવેશી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર ‘આજકાલ’ના જન્મદિવસની વિશિષ્ટ સેવાકાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી પણ શહેરની શેરી-ગલીઓ અને રાજમાર્ગોને સ્વચ્છ કરતા પરપ્રાંતના સફાઇ કામદારોના સંતાનોને ‘ચીફ ગેસ્ટ’ તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ બાળકોના હસ્તે જ ‘આજકાલ’ના જન્મદિવસની કેકનું કટીંગ કરવામાં આવ્યુ હતુ અને તેમને ‘આજકાલ’ના બર્થડેની કેક આપવાની સાથોસાથ ગિફટ પણ અર્પણ કરવામાં આવી હતી. 
પોરબંદર ‘આજકાલ’ના નિવાસીતંત્રી પાર્થ જોષી અને સહતંત્રી જિજ્ઞેશ પોપટની  ઉપસ્થિતિમાં આ શિષ્ટ-વિશિષ્ઠ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં એવુ નકકી કરવામાં આવ્યુ હતુ કે પોરબંદરને સ્વચ્છ રાખનારા સફાઇ સૈનિકોના સંતાનો અસ્વચ્છ છે અને જ્યાં મા-બાપ સાફસફાઇ કરતા હોય ત્યાં બાળકો ધૂળમાં આળોટતા અને તડકામાં હેરાન થતા નજરે ચડે છે. આથી તેઓને પળભરની ખુશીઓ અર્પણ કરવા માટે વિશિષ્ટ ગિફટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેઓની શારીરિક સ્વચ્છતા માટે ખૂબજ જ‚રી એવી ચીજવસ્તુઓની સ્વચ્છતા કીટ બનાવીને તેમને અર્પણ થઇ હતી. જેમાં સાબુ, ટુથબ્રશ, ટુથપેસ્ટ, નેઇલકટર, પાવડરથી માંડીને તડકામાં તેઓ ઉઘાડા પગે હેરાન પરેશાન થતા હોવાથી ચપ્પલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે પોરબંદર ‘આજકાલ’ના નિવાસી તંત્રી પાર્થ જોષીએ એવુ જાણાવ્યુ હતુ કે દર વર્ષે અવનવી સેવાપ્રવૃત્તિઓ દ્વારા ‘આજકાલ’ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. પોરબંદરમાં સંપૂર્ણકદના કલરફૂલ એકમાત્ર સાંધ્યદૈનિક ‘આજકાલ’ દ્વારા માત્ર જન્મદિવસે જ નહી પરંતુ વર્ષભર અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પત્રકારત્વ ક્ષેત્રે નોખુ-અનોખુ નામ ધરાવનારા  મારા મોટાભાઇ સમાન જિજ્ઞેશ પોપટ દ્વારા દર વર્ષે અવનવા સેવાકીય કાર્યના વિચારો રજૂ કરવામાં આવે છે અને એ મુજબ નોખા-અનોખા પ્રકારે ‘આજકાલ’નો બર્થડે ઉજવાય છે. આજે પણ જ્યારે આ નાના ભુલકાઓને સ્વચ્છતાની કીટ અર્પણ કરી ત્યારે તેમના ચહેરા ઉપરની ખુશી જોતા જ અમારો ઉત્સાહ અને આનંદ બેવડો થઇ ગયો છે. તેમ જણાવીને ‘આજકાલ’ની સમગ્ર ટીમને પણ બાવીસમાં શુકનવંતા વર્ષમાં પ્રવેશની શુભકામનાઓ પાઠવી હતી. 
પોરબંદર ‘આજકાલ’ના સહતંત્રી જિજ્ઞેશ પોપટે જણાવ્યુ હતુ કે ‘આજકાલ’ અખબાર માત્ર વાચકોને સમાચાર જ પૂરા નથી પાડતુ પરંતુ છેવાડાના માનવીઓને જે કંઇપણ પ્રકારની મદદની જ‚રિયાત હોય તે પ્રકારની મદદ પણ કરે છે. અખબાર હંમેશા તટસ્થ અને નિડર હોવું જ‚રી છે આ ઉક્તિને પોરબંદર ‘આજકાલ’ ખરા અર્થમાં સાર્થક કરે છે અને માનવતાવાદી અભિગમને કેન્દ્રસ્થાને રાખીને દર વર્ષે ‘આજકાલ’ના સ્થાપના દિવસની શિષ્ટ-વિશિષ્ટ ઉજવણી અવનવા પ્રકારે કરવામાં આવે છે.આ પ્રસંગે તેમણે  સફાઇ સૈનિકોને તેમના બાળકો સાથે  ‘આજકાલ’ કાર્યાલય સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપનારા હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાકીનો પણ ખાસ આભાર વ્યકત કર્યો હતો. પોરબંદર ‘આજકાલ’ના બાવીસમાં પ્રેરણાદાયી પ્રવેશના યોજાયેલા કાર્યક્રમમાં  પોરબંદર ‘આજકાલ’ના બ્રાન્ચ મેનેજર કિરીટભાઇ જોષી, રીપોર્ટર કાજલ મોઢા, કોમ્પ્યુટર હેડ શાહિદખાન શેરવાની, અમીનેષ મકવાણા, ટીનાબેન ચંદારાણા સહિત  હિતેશભાઇ ધનેશા, અસ્લમખાન શેરવાની, રાજેશભાઇ તેરૈયા, અશોકભાઇ કાનાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને તેમના હસ્તે ગિફટ આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application