કલ્યાણપુરમાં કેબલ વાયર કાપી, કામગીરીમાં અવરોધ કરતા શખ્સો સામે ફરિયાદ

  • July 16, 2021 10:11 AM 

    કલ્યાણપુરમાં આવેલી બીએસએનએલ કચેરી પાસેથી પસાર થતા ઓપ્ટિક ફાઇબર કેબલમાં આશરે રૂ. એક હજારની કિંમતના 6 મીટર જેટલા કેબલ વાયરને નુકસાન પહોંચાડી આ સ્થળે ફોલ્ટ રીપેરીંગનું કામ કરવા ગયેલા જીટીપીએલના માણસોને આ કામ ન કરવા દઈને અવરોધરૂપ બનતા દેવસી બેલા અને એક અજાણ્યા શખ્સ દ્વારા કામગીરી અટકાવવામાં આવતા સમગ્ર પ્રકરણ અંગે કંપની કર્મચારી પ્રિયકાન્તભાઈ સતિષચંદ્ર પટેલની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે દેવશી બેલા તથા અન્ય એક અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 341, 427 તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઇ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS