આજે રાજયમંત્રી મંડળની બેઠક વરસાદથી નુકસાન અંગે ચર્ચા

  • September 18, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ આજે પ્રથમ કેબિનેટ ની બેઠક સાંજે ૫:૩૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા મળશે આજની બેઠકમાં ગત મહિને રાજયમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે થયેલા નુકસાન સર્વેના આંકડા રજૂ કરવામાં આવશે.
ગત તા.૨૫–૩૦ ઓગસ્ટ દરમિયાન, રાજસ્થાન અને ગુજરાત પર રચાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાય ભારેથી અતિભારે વરસાદથી ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન, હિમાચલ પ્રદેશ રાય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ સ્પેલથી પ્રભાવિત થયું છે. વર્તમાન ચોમાસાની મોસમ દરમિયાન, કેટલાક અન્ય રાયો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે.આ તમામ રાયોમાં કેન્દ્રની ટીમને મુલાકાત લીધી છે અને નુકસાનીના સર્વે અંગે જાત તપાસ
કરી છે.
૨૫ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે. ગૃહ મંત્રાલય દ્રારા એનઆઈડીએમના એકઝીકયુટીવ ડાયરેકટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી હતી જે વરસાદથી પ્રભાવિત વિસ્તારમાં ફરી હતી કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાની અંગે સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે.
તો બીજી બાજુ રાય સરકાર દ્રારા પ્રભાવિત જિલ્લાના કલેકટરો પાસે સર્વે રિપોર્ટ મંગાવવામાં આવ્યા હતા. જેમાં ખેતી, ઉધોગ જમીન ધોવાણ તેમજ મકાન ઘરવખરી નુકશાનના આકડા મંગાવાયા હતા જેના આધારે આજે કેબિનેટની બેઠકમા ભારથ સરકિરને આપવાના થતા મેમોરેન્ડમને આખરી ઓપ આપવામા આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application