ખંભાળિયાના ગાયત્રી ગરબા મંડળ સાથે "મન કી બાત' કાર્યક્રમ સાંભળતા કેબિનેટમંત્રી

  • April 01, 2025 12:44 PM 


ખંભાળિયામા ચાલીસ વર્ષ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતું ગાયત્રી ગરબા મંડળનાં પ્રમુખ પ્રવીણભાઈ છગનાં નિવાસસ્થાને (રામનાથ સોસાયટી) ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની "મન કી બાત' કાર્યક્રમના 120 માં એપિસોડને સામૂહિક રીતે નિહાળવાનું  સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટમંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજનાં એપિસોડમાં વડાપ્રધઆન મોદીએ ઉનાળામાં આપણા ઘર પર પક્ષી માટે કુંડુ રાખવા અપીલ કરી હતી, તેમજ ચૈત્રી નવરાત્રી અને આવનારા તેહવારોની શુભેચ્છા પાઠવી અને બાળકોને વેકેશનમાં નવું-નવું શીખવા અપીલ કરી હતી, અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી, જેમાં ગાયત્રી ગરબા મંડળ તેમજ શ્રીનાથજી કલાવૃંદ અને ગાયત્રી પરિવારના સભ્યો અને સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહી સામૂહિક રીતે "મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application