કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું

  • May 01, 2025 04:16 PM 

રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે

જામનગર તા.૧ મે, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. 


મંત્રીએ જણાવ્યુ હતું કે, રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે. તથા જમીનતળમાં મીઠા પાણીનો સંગ્રહ થઇ શકશે. ઉપરાંત આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે.  



સરકાર દ્વારા દરિયાનું ખારું પાણી જમીનમાં ફેલાતું અટકે તે માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા હાલ કેચ ધ રેઇન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે તેમજ કુદરતી જળ સંશાધનોને સુદ્રઢ કરવા માટેનો આ ખૂબજ મહત્વનો અભિગમ છે. વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી વિવિધ વિભાગો દ્વારા જળ સંચય, જળ સંગ્રહ માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 


આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જીલ્લા પંચાયતના સદસ્યોશ્રી કે.બી.ગાગિયા, વિઠ્ઠલભાઈ કણજારીયા, એપીએમસીના ચેરમેન કાનાભાઈ આંબલીયા,પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ ભુપેન્દ્રસિંહ, વિનુભાઈ વારોતરીયા, ભરતભાઈ ચાવડા,ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application