CSK vs LSG: રૂતુરાજ ગાયકવાડે સદી ફટકારી, ચેન્નાઈ માટે આ કારનામું કરનાર બન્યો પ્રથમ બેટ્સમેન

  • April 23, 2024 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2024ની 39મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા CSKએ સ્કોર બોર્ડ પર 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. શિવમ દુબેએ પણ પોતાની ઈનિગ્સમાં સારો દેખાવ કર્યો અને તોફાની અડધી સદી ફટકારી હતી.


ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર કેપ્ટન રુતુરાજ ગાયકવાડે બેટથી અંધાધૂંધી મચાવી દીધી હતી. CSKના કેપ્ટને તોફાની શૈલીમાં બેટિંગ કરી અને માત્ર 56 બોલમાં સદી ફટકારી. ચેપોકમાં રુતુરાજે લખનૌ સુપર જાયન્ટ્સના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દિધુ હતું. આ ઇનિંગ દરમિયાન રુતુરાજે તે સ્થાન હાંસલ કર્યું છે, જે CSK તરફથી અન્ય કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી.


રુતુરાજે ફટકારી શાનદાર સદી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી અને અજિંક્ય રહાણે સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, રુતુરાજ ગાયકવાડે એક છેડે સાવચેતી રાખી હતી અને ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. વિસ્ફોટક બેટિંગ કરતા રુતુરાજે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી CSKના કેપ્ટને પોતાનું જોરદાર ફોર્મ ધારણ કર્યું અને 56 બોલમાં પોતાની સદી પૂરી કરી.


સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન

રૂતુરાજ ગાયકવાડે આ સદી સાથે ઈતિહાસ રચ્યો છે. રુતુરાજ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. રૂતુરાજે 60 બોલનો સામનો કરીને 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન રુતુરાજે 12 ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News