દ્વારકામાં આજથી બે દિવસ મુખ્યમંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

  • July 21, 2021 10:31 AM 

          રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તારીખ 21 અને 22 જૂલાઈના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી આવતીકાલે બુધવાર તા. 21ના રોજ સાંજે સવા ચાર વાગ્યે કલાકે દ્વારકા સ્થિત હેલીપેડ ખાતે આવશે. ત્યાર બાદ તેઓ શિવરાજપુર બીચ ખાતે બીચની પ્રવાસન સુવિધા અને સિગ્નેચર બ્રીજની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરશે. સાંજે પોણા છ વાગ્યે દ્વારકા સ્થિત સર્કિટ હાઉસ ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે શિવરાજપુર બીચની પ્રવાસનની સુવિધા અને સિગ્નેચર બ્રીજની કામગીરી તથા કોરોના વાયરસ અન્વયે આ જિલ્લામાં રસીકરણ અને સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીની કામગીરી અન્વયે વિશેષ ચર્ચા કરશે.

            આ કાર્યક્રમ બાદ તેઓ દ્વારકા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. ગુરૂવાર તા. 22 ના રોજ દ્વારકાધીશ મંદીરના દર્શન કરી જામનગર જવા માટે રવાના થશે, તેમ એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS