રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાશે.
કટારીયા ચોકડીએ કેબલ સ્ટેડ ફ્લાય ઓવરબ્રિજ અને તેની તદ્દન નીચે અંડરપાસના મ્યુનિ.પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ રિંગ રોડ-૨ને ફોર ટ્રેક બનાવવાના રૂડાના પ્રોજેક્ટના ફર્સ્ટ ફેઝ કણકોટ રોડથી કોરાટ ચોકનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તદઉપરાંત મવડીમાં કરોડોના ખર્ચે નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ સહિતનો સમાવેશ કરાયો છે.આગામી તા.૨૬-૩-૨૦૨૫ને બુધવારના રોજ સાંજે પાંચ કલાકે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ભવ્ય સમારોહ યોજાશે.
ઉપરોક્ત સમારોહ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ ઇડબ્લ્યુએસ-૨ હેઠળના ૧.૫ બીએચકેના ૧૩૩, એમઆઇજી કેટેગરીના થ્રી બીએચકેના ૫૦ એમ કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે. શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં ૨૫ નવી સીએનજી ફ્યુઅલ આધારિત બસનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવનાર હોય આ સંદર્ભે આજે રાજકોટ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવી મિટિંગ યોજવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડિયા સહિતનો કાફલો આજે સવારથી ગાંધીનગરમાં છે અને ત્યાં આગળ વિવિધ બાબતોની ચર્ચા વિચારણામાં ભાગ લીધો છે, આ દરમિયાનમાં જ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તા.૨૬ના સીએમ રાજકોટ આવશે તેવું કન્ફર્મેશન આવી જતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા હસ્તકના લોકાર્પણ-ખાતમુહૂર્ત
-લોકાર્પણના ચાર વિકાસકામ (કુલ રકમ રૂ.૫૮.૫૪ કરોડ)
-શહેરી બસ સેવામાં નવી ૨૫ બસનું લોકાર્પણ (કુલ ૧ કામ, રકમ રૂ.૩૦.૦૦ કરોડ)
-બાંધકામ વિભાગને લગત કામો (કુલ ૩ કામ, રકમ રૂ.૨૮.૫૪ કરોડ)
-મવડીમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ
-ખાતમુહૂર્તના ૩૫ કામ (કુલ રકમ રૂ.૩૩૨.૨૬ કરોડ)
-બાંધકામ વિભાગને લગત ૩૧૫.૫૦ કરોડના કુલ ૩૧ કામ
-કાલાવડ રોડ ઉપર નવા રિંગ રોડ કટારીયા ચોકડી ખાતે આઇકોનિક ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત
-ડ્રેનેજ નેટવર્કને લગત કામ (કુલ ૩ કામ, રકમ રૂ.૧૩.૬૧ કરોડ)
-વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ ૧ કામ, રકમ રૂ.૩.૧૫ કરોડ)
-કુલ રકમ રૂ.૩૯૦.૮ કરોડના કુલ ૩૯ વિકાસકામો
-પીએમવાયના ૧૮૩ આવાસનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો
રૂડા વિસ્તારમાં આટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત
-૧૭૪.૮૩ કરોડના ખર્ચે ખાતમુહૂર્તના કુલ છ વિકાસકામ
-૧૦૧.૪૭ કરોડના બાંધકામ વિભાગના રસ્તા તથા બ્રિજને લગત ચાર વિકાસકામ
-કન્સ્ટ્રકશન ઓફ રિંગ રોડ-૨ ફેઝ-૨ ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (રોડ વર્ક)
-કન્સ્ટ્રકશન ઓફ ૪૫.૦મી. ડી.પી. રોડ ફ્રોમ રિંગ રોડ-૨, ફેઝ-૩ (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડા) ટુ મ્યુનિ. બાઉન્ડ્રી ઇન રૂડા એરિયા
-કન્સ્ટ્રકશન ઓફ ૪૫.૦મી. ડી.પી. રોડ ફ્રોમ નેશનલ હાઈવે-૨૭ (ખોડિયાર હોટલ) થી કાંગશીયાળી ગામના ગેટ સુધી
-ડ્રેનેજ વિભાગના કુલ ૨ કામ, રકમ રૂ.૭૪.૩૬ કરોડ
-રોણકી ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.૩૮/૨ ભૂગર્ભ ગટર યોજના
-કાંગશિયાળી ગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMધારાસભ્ય કાંધલ જાડેજા એ કર્યા ભગવાન શનિદેવના પૂજન અર્ચન
March 31, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech