કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક 2 હજારની સહાય આપવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

  • July 26, 2021 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક રૂપિયા 2 હજારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો. બીજી ઓગસ્ટે સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે સહાય ચૂકવણી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકોને સહાયની યોજના કાર્યરત છે.

 

કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક રૂપિયા 2 હજારની સહાય આપવામાં આવશે

 


માતા પિતા બંને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આથક આધાર-શિક્ષણ-આરોગ્ય- ઉચ્ચ અભ્યાસ- રોજગારી- તાલીમ- વિદેશ અભ્યાસ માટે લોનમાં પણ અગ્રક્રમ આપવાનો ગુજરાત સરકારે પહેલા નિર્ણય કર્યો હતો. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત
રહેશે.


18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. 4000ની સહાય આપવામાં આવી રહી છે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય હાલ આપવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS