કેબિનેટની બેઠક પહેલા CM યોગી અમિત શાહ સાથે કરશે મુલાકાત

  • June 10, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​કેન્દ્રીય મંત્રી અમિત શાહને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મળવા ગયા છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે સાંજે વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાય તેવી શક્યતા છે.


ત્યારે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. આ સિવાય એવી અટકળો છે કે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તે અંગે વાતચીત થવાની સંભાવના છે.


કોણ બનશે ભાજપના અધ્યક્ષ?

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહ બાદ હવે તમામની નજર ભાજપના આગામી અધ્યક્ષ કોણ હશે તેના પર ટકેલી છે કારણકે પાર્ટીના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


યુપીમાં કોને કેટલી સીટો મળી?

યુપીમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 80 સીટોમાંથી પૂર્વ સીએમ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ 37 સીટો જીતી છે. આ સાથે જ ભાજપને 33થી સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય ચૂંટણીમાં સપા સાથે લડેલી કોંગ્રેસે 6 બેઠકો જીતી છે.


2014 પછી આ પહેલીવાર છે જ્યારે ભાજપ 272ના બહુમતીના આંકડાને પાર કરી શકી નથી. આ કારણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ પક્ષો પર ભાજપની નિર્ભરતા વધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application