મુખ્યમંત્રી વિજય રૂપાણીએ AMCના વિવિધ કાર્યો માટે 702 કરોડ રૂપિયાની કરી ફાળવણી

  • July 03, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ AMC ના વિવિધ કામો માટે રૂપિયાની ફાળવણી કરવામાં આવી...અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ કાર્યો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી....મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવવામાં આવેલી આ રકમમાંથી અમદાવાદમાં રોડ રિ-સરફેસિંગ, માઇક્રો સરફેસિંગ, સ્ટ્રોમ વોટર  ડ્રેનેજ, અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો માટે 354.80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા...તેમજ બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ અને  મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતર માળખાકીય વિકાસના 6 કામો માટે 85 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી...AMC વિસ્તારમાં 2 રેલ્વે ઓવરબ્રિજ અને 1 રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે 8 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી..આમ હવે અમદાવાદ મહાનગરના વિકાસ કામોમાં વધુ ગતિ આવશે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS