CM ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝિટ, જૂના સચિવાયલ ખાતે પેન્શન અને PFની ઓફિસમાં ચાલતા કામકાજની કરી સમીક્ષા

  • March 01, 2023 05:29 AM 

Aajkaal Team

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાયલ ખાતે પેન્શન અને PFની ઓફિસમાં ચાલતા કામકાજની વિઝિટ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે કર્મચારીઓ અને મુલાકાતીઓ સાથે પણ ચર્ચા કરી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંગળવાર તા.૨૮-૦૨-૨૦૨૩ ના રોજ સાંજે અચાનક જ પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરી પહોંચ્યા હતા. હાલમાં વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહયું છે. ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ મુખ્યમંત્રીએ પોતાના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઇને પણ જાણ કર્યા વગર સાંજના સમયે સીધા જૂના સચિવાલયના બ્લોક નંબર-૧૮ માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કચેરીના અધિકારી-કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી. તેમજ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાતની જાણ થતાં જ મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવ ગુપ્તાજી, અગ્ર સચિવ મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફન્ડ નિયામક કચેરીએ પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application