રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. તે પહેલા ૧ થી ૩ માર્ચ દરમિયાન જામનગરના રિલાયન્સ ગ્રીન કોમ્પ્લેકસમાં લગ્ન પહેલાના અનેક કાર્યક્રમો યોજાનાર છે. ભારત અને વિદેશના બિઝનેસ અને ટેક જગતની ઘણી જાણીતી હસ્તીઓ તેમાં ભાગ લે તેવી શકયતા છે. તેમાં માઇક્રોસોટના સ્થાપક બિલ ગેટસ, મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગ, બ્લેકરોકના સીઇઓ લેરી ફિંક, બ્લેકસ્ટોન ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન, ડિઝનીના સીઇઓ બોબ ઇર અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પનો સમાવેશ થાય છે.
બિલ ગેટસ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની માઇક્રોસોટના સ્થાપક છે. તે એક સમયે વિશ્વનો સૌથી ધનિક વ્યકિત હતો. હાલમાં, તેઓ ૧૪૬ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને છે. ગેટસ હવે ચેરિટીના કામમાં વધુ સમય વિતાવે છે અને આ સંદર્ભે તેઓ ઘણી વખત ભારતની મુલાકાત લઈ ચૂકયા છે.
ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોમ્ર્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ અનંત અંબાણીની પ્રી–વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપે તેવી શકયતા છે. ઝકરબર્ગ ૧૬૮ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને છે. મેટા પ્લેટફોર્મ રિલાયન્સના જીયો પ્લેટફોર્મમાં લગભગ ૧૦ ટકા હિસ્સો ધરાવે છે.
લેરી ફિન્ક બ્લેકરોકના સીઈઓ છે, જે વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર છે. ગયા વર્ષે જુલાઈમાં, જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ અને બ્લેકરોકે સંયુકત સાહસની જાહેરાત કરી હતી. આ સંયુકત સાહસ ભારતમાં ડિજિટલ ફસ્ર્ટ એસેટ મેનેજર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઓગસ્ટમાં રિલાયન્સની એજીએમમાં ફિન્કે કહ્યું હતું કે બ્લેકરોક ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે.
બોબ ઈન્ગર ડિઝનીના સીઈઓ છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં વોલ્ટ ડિઝનીના બિઝનેસને ખરીદી શકે છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને કંપનીઓ રોકડ અને સ્ટોકમાં આ ડીલની નજીક આવી ગઈ છે. આગામી થોડા દિવસોમાં આ ડીલની જાહેરાત થઈ શકે છે.
આ કાર્યક્રમમાં એડોબના સીઈઓ શાંતનુ નારાયણને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક, બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ, કતારના પ્રીમિયર મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, એડનોકના સીઈઓ સુલતાન અહેમદ અલ જાબેર, ઈએલ રોથચાઈલ્ડ ચેર લીન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ, ભૂટાનના રાજા અને રાણી પણ હાજર છે. રોકાણકાર યુરી મિલ્નર પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પના અંબાણી પરિવાર સાથે લાંબા સમયથી સંબધં છે. થોડા વર્ષેા પહેલા, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ભારતમાં ડિજિટલ લિંગ વિભાજનને દૂર કરવા માટે યુનાઈટેડ સ્ટેટસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સાથે હાથ મિલાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈવાન્કા ટ્રમ્પ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી હતી.આ સિવાય લુપા સિસ્ટમ્સના સીઈઓ જેમ્સ મર્ડેાક, મેકિસકોના સૌથી ધનાઢ વ્યકિત કાર્લેાસ સ્લિમ, બ્રિજવોટર એસોસિએટસના સ્થાપક રે ડાલિયો, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લેઈ, બીપીના સીઈઓ મુરે ઓચીનકલોસ, એકસોરના સીઈઓ જોન એલ્કન, સિસ્કોના ભૂતપૂર્વ ચેરમેન જોન ચેમ્બર્સ, બ્રુસ લેટ, સીઈઓ બ્રુસ ફિલ્ડ સહિતના લોકો હાજર રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech