બોર્ડની પરીક્ષામાં ચોરી રોકવા દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત

  • February 20, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે ખાસ સીસીટીવી દ્રારા મોનિટરિંગ કરવામાં આવશે પરીક્ષા કેન્દ્રના બ્લોકમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કર્મચારીઓને વિશેષ જવાબદારીઓ સોંપવાની સાથે પરીક્ષા કેન્દ્ર પર વીજ પુરવઠો અવિરત મળે તે જોવા સુચના આપવામાં આવી છે.શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનાર ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષામાં સીસી કેમેરાવાળા બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે પરીક્ષા કેન્દ્રના બ્લોકમાં લગાવેલા સીસી કેમેરાનું મોનીટરીંગ કરવા માટે કર્મચારીને ડુટી સોંપવામાં આવશે. મોનીટરીંગથી પરીક્ષાખંડમાં થતી ગેરરીતિને અટકાવવામાં આવશે. પ્રાથમિક સારવાર માટે ફસ્ર્ટ એઇડ બોકસ રાખવામાં આવશે. પરીક્ષા દરમિયા વીજળી સપ્લાય ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા શિક્ષણ મંત્રીએ આદેશ કર્યેા છે.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષા તા ૨૭મી, ફેબ્રુઆરીથી પ્રારભં થનાર છે. ત્યારે પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે તે માટે રાયના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્રારા રાયભરના તમામ જિલ્લ ાની શિક્ષણ સમિતિઓની સાથે વિડિયો કોન્ફરન્સ કરીને પરીક્ષામાં કેવા કેવા પ્રકારની તકેદારી રાખવી તેની સુચના આપવામાં આવી હતી.પરીક્ષાની બેઠક વ્યવસ્ા સીસી કેમેરાવાળા બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો. છે. આથી પરીક્ષાખંડમાં જ ગે૨૨ીતિ થતી અટકાવવા માટે દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે તમામ બ્લોકના સીસી કેમેરાનું મોનીટરીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં સીસીકેમેરાના મોનીટરીંગ માટે એક કર્મચારીને ડુટી સોંપવામાં આવશે. આથી કોઇપણ વર્ગખંડમાં ગેરીરીતિ થતી અટકાવવામાં આવશે.વધુમાં પરીક્ષા દરમિયાન વીજ સપ્લાય ચાલુ રહે તેવું પણ આયોજન કરવાનું રહેશે. તેના માટે તમામ જિલ્લ ા શિક્ષણ સમિતિના અધ્યક્ષ કલેકટર ને વીજ સપ્લાય પૂર્વવત રહે તેવી વ્યવસ્થા કરવાની પણ શિક્ષણમંત્રીએ આદેશ કર્યેા હતો. પરીક્ષા આપવા જતા વિધાર્થીઓને સમયસર એસ ટી બસની સુવિધા મળી રહે તેવું આયોજન કરવા એસ ટી ડેપોના મેનેજરને પણ સુચના આપી હતી. વધુમાં પ્રશ્નપત્રો લઇ જવા અને પરીક્ષા પૂર્ણ થાય ત્યારે ઉત્તરવહી લાવવા માટે પોલીસ બંદોબસ્ત તેમજ પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની સુચના આપી હતી. ઝોનલ કચેરી, સ્ટ્રોંગમમાં પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. વધુમાં વિધાર્થીઓ તણાવ મુકત પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવાની શિક્ષણમંત્રીએ આદેશ કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application