રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧૪માં યોજાયેલા લોક દરબારમાં રસ્તા, સીસી રોડ, પેવિંગ બ્લોક સહિતના મામલે હોબાળો થયા બાદ આજે કોર્પેારેટરોની ગ્રાન્ટમાંથી .૧૮ લાખના ખર્ચે વિવિધ કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહર્ત કરાયું હતું. જો કે વોર્ડ નં.૧૪ના લોક દરબારમાં હોબાળો તો રામનાથ મહાદેવ મંદિર ફરતેની ગંદકી દૂર કરવા તેમજ રામનાથ કોરિડોર પ્રોજેકટ શ કરવા મામલે પણ થયો હતો પરંતુ આ પ્રોજેકટ સાકાર કરવાની દિશામાં કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી !
વોર્ડ નં.૧૪ના કોર્પેારેટરોની ગ્રાન્ટમાંથી કુંભારવાડા શેરી નં.૧૦ માં સી.સી.રોડ કરવાનુ કામ, બાપુનગર મેઈન રોડ, ડો.આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ, પ્લાસ્ટર તથા કલરકામ કરવાનુ કામ તેમજ જયરાજ પ્લોટ શેરી નં.૫ અને શેરી નં.૧૦(બ)ની બધં શેરીમાં પેવિંગ બ્લોક નાખવાનુ કામ એમ જુદા જુદા ત્રણ કામોનું કુલ .૧૮ લાખના ખર્ચે શ કરાયા છે જેનું ખાતમુહર્ત ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તથા શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાના હસ્તે આજરોજ કરવામાં આવ્યુ હતું.
ઉપરોકત ખાતમુહર્ત કાર્યક્રમમાં સેનીટેશન કમિટી ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પેારેટર નિલેશભાઇ જલુ, આરોગ્ય કમિટી ચેરમેન તથા વોર્ડ નં.૧૪ ના કોર્પેારેટર કેતનભાઇ પટેલ, કોર્પેારેટર વર્ષાબેન રાણપરા અને ભારતીબેન મકવાણા, વોર્ડના પ્રમુખ મહેશભાઈ મિયાત્રા, વિપુલ માંખેલા, વૈશાલીબેન મહેતા, મુકેશભાઇ મહેતા, બકુલભાઇ મકવાણા, અણાબેન મગવાનીયા, જોસનાબેન હળવદીયા, નિલેશભાઇ પાટડીયા, નિર્મલભાઇ લાવડીયા, અશોકભાઇ ગોહેલ, દેવાયતભાઇ જલુ, મુનાભાઇ ડવ, મુનાભાઇ ચાવડા, ધર્મિાબેન વાઘેલા, નરેન્દ્રભાઈ મકવાણા, અશીષભાઇ ટાંક, વિપુલભાઇ ડવ, દીપાલીબેન વોરા, હીનાબેન પટેલ, બકુલભાઇ ચોટલિયા, ભરતભાઇ ડાંગર, સમિર મહેતા અને ધ્રુમીલ કોરાટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech