રાજકોટમાં CBIની રેઇડ: P.F. ડે.કમિશનર ફરાર, એજન્ટ રિમાન્ડ પર

  • May 20, 2023 03:45 PM 



રાજકોટમાં ઈઇઈંની રેઇડ: ઙ.ઋ. ડે.કમિશનર ફરાર, એજન્ટ રિમાન્ડ પર
મોટા ઉધોગો, કોન્ટ્રાકટરોને કવેરી કાઢી પીએફ કચેરીની નોટિસો જતી, અધિકારીના વચેટીયા તરીકે કન્સલ્ટન્સીના નામે સચિન એન્ડ કંપની સેટલમેન્ટ કરતી: ડે.કમિશનર વતી બે લાખની લાંચ લેતાં ચિરાગ જસાણીને સીબીઆઈએ રાજકોટમાંથી પકડી પાડયો, ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા




રાજકોટમાં ત્રણ માસ બાદ ફરી સીબીઆઇની ટીમ ત્રાટકી છે અને વધુ એક ઉચ્ચ અધિકારીને સાણસામાં લેતાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ પીએફઓ કચેરીના ડેપ્યુટી કમિશનર નિરજ સિંગ વતી બે લાખ રૂપિયાની લાંચ લેનાર કન્સલ્ટીંગ પ્રેકિટસ કરતા એડવોકેટ સચીન એન્ડ ગ્રુપના ચિરાગ જસાણીને સીબીઆઇની ટીમે રંગે હાથ પકડી પાડયો હતો. મુખ્ય સુત્રધાર પીએફના ઉચ્ચ અધિકારી હાથ આવ્યા નથી. આરોપી સચિનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી સીબીઆઇ આ ગફલો કેટલાં ટાઇમથી ચાલતો હતો, કોણ કોણ સંડોવાયેલા છે તેમજ આરોપીઓની મિલકતો પર સર્ચ કરીને તપાસ આગળ ધપાવી છે.





રાજકોટમાં બે દિવસથી ગુપચુપ રીતે સીબીઆઇએ લાંચનું ઓપરેશન પાર પાડયું હતું. અંતર્ગત સૂત્રોમાંથી પ્રા થયેલી વિગતો મુજબ રાજકોટ પીએફઓ કચેરીમાંથી ઉધોગકારો અને મોટા ગજાના કોન્ટ્રાકટરો પર કોઇને કોઇ બાબતે કવેરી કાઢીને નોટીસો ફટકારી સિકંજો કસવાના પ્રયાસો થતાં હતાં. બે પાંચ વર્ષ નહીં પરંતુ ૧૫–૨૦ વર્ષ પૂર્વેની ફાઇલો થોથા ઉખેડીને એ સમયની કવેરીઓ કે આવા લુપ પોઇન્ટ શોધીને નોટીસો અપાતી હતી.





નોટીસો જે ઉધોગ ગૃહો કે કોન્ટ્રાકટરોને પહોંચે ત્યાં લાગતા વળગતા મારફતે અથવા તો ડાયરેકટલી કોઇ રીતે સંપર્કેા કરીને અમીન માર્ગ પર પ્રાઇડ–૧ બિલ્ડીંગમાં સચિન એન્ડ કંપની નામની કન્સલ્ટીંગ કંપનીના કર્મચારી કે આવા વચેટીયા કોન્ટેકટ કરતાં હતાં અને સેટલમેન્ટની વાત કરીને આ નોટીસધારકો સાથે ગોઠવણો કરતાં હોવાની ગાંધનગર સ્થિત સીબીઆઇ કચેરીમાં થોડા સમયથી માહિતી પહોંચી હતી. આ દરમિયાન એક કોન્ટ્રાકટરને નોટીસ મળી હતી. જે કોન્ટ્રાકટર સાથે આ સચિન એન્ડ કંપનીએ કોન્ટેકટ કરી ત્રણ સ્લોટમાં લાખોની મોટી રકમની માગણી કરી હતી.





આ કોન્ટ્રાકટર દ્રારા સીબીઆઇમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે આધારે સીબીઆઇએ ટ્રેપની ગોઠવણ માટે જરૂરી પુરાવાઓ ઉભા કર્યા હતાં. પીએફના ઉચ્ચ અધિકારી તેમજ વચેટીયા સચિન જસાણીના મોબાઇલ ફોન ટ્રેસ કરીને માહિતી એકત્રિત કરી  હતી ત્યારબાદ કોન્ટ્રાકટર સાથે લેતી દેતીની વાતચીત અને પીએફના ડેપ્યુટી કમિશનર વતી વચેટીયા જસાણીને લાંચ આપવાનો તખ્તો ગોઠવાયો હતો. ફરિયાદી કોન્ટ્રાકટર દ્રારા પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ તરીકે ૧૨ લાખ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી હતી અને સચિન એન્ડ કંપનીના સચિન જસાણીને ગોંડલ રોડ પર આંગડિયા પેઢીમાં રોકડ રકમ આવશે તેમ કહી ત્યાં બોલાવવામાં આવ્યો હતો.





સીબીઆઇની ટીમ દ્રારા ગોઠવાયેલા ગુ ઓપરેશન મારફતે સચિન જસાણી લાંચ લેવા આવતા કોન્ટ્રાકટર દ્રારા બે લાખ રૂપિયાની રોકડ રકમ હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવી હતી.





જયારે બીજા ૧૦ લાખ રૂપિયા આંગડિયામાં કવર આવે છે તેમ કહેવામાં આવ્યું હતું. બે લાખ રૂપિયા લાંચ પેટે સ્વીકારતાની સાથે જ વચેટીયા જસાણીને સીબીઆઇએ સકંજામાં લઇ લીધો હતો તેની પાસેથી પોપટની માફક બધી વિગતો કઢાવી લીધી હતી. ટ્રેપ થયાની જાણ થતાં જ જેના વતી જસાણી વહીવટ કરતો હતો તે ડેપ્યુટી કમિશનર નિરજ સિંગ ફરાર થઇ ગયો   હતો. તેમના રૈયા રોડ સ્થિત ઓસ્કાર રેસીડેન્સી ખાતેના રહેણાક પર પણ તાળાં લાગી ગયા હતાં. સીબીઆઇની એક ટીમ પીએફ ઓફિસ અને અધિકારીના નિવાસે દોડી ગઇ હતી. ઘર બધં હોવાથી ત્યાં સીબીઆઇ દ્રારા સીલ લગાવી દેવામાં આવ્યું હતું.





ઇપીએફઓ કચેરીના ડેપ્યુટી કમિશનર પોતે જ લાંચના સાણસામાં આવી ગયાની વાત વાયુ વેગે ફેલાઇ હતી. કચેરીમાં પણ ફફડાટ મચી ગયો હતો. પકડાયેલા જસાણીની ઓફિસ તેમજ અન્ય સ્થળે પણ સીબીઆઇ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જસાણીને અમદાવાદની કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં પીએફના એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈમ્તીયાઝ ભેડાને ત્યાં ઘરે પણ સીબીઆઇએ તલાશી લઇ કેટલાંક માહિતિ મેળવી હોવાનું જાણવા મળે છે. જોકે, ઉપરોકત સમાચારો સંદર્ભે સીબીઆઇ કે અન્ય કોઇ સરકારી એજન્સી દ્રારા હજુ સુધી સત્તાવાર પુષ્ટ્રિ કરાઇ નથી.



રાજકોટમાં ફોરેન ટ્રેડ કચેરીના જોઇન્ટ ડાયરેકટર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી પર સીબીઆઇની ટ્રેપ
રાજકોટ શહેરમાં ગીરનાર સિનેમા નજીક આવેલી ફોરેન ટ્રેડ કચેરીના જોઇન્ટ ડાયરેકટર બિશ્નોઇને ઓફિસમાં જ લાંચ લેતાં સીબીઆઇ દ્રારા ગત ફેબ્રુઆરી માસમાં રેઇડ કરીને પકડી પાડવામાં આવ્યા હતાં. આ ઉચ્ચ અધિકારી દ્રારા જે તે સમયે પોતાની કચેરીમાંથી જ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેવાયો હતો. જે બનાવે ભારે ચકચાર જગાવી હતી. આ વખતે ઓપરેશનમાં આવું કઇં ન બને તે માટે સીબીઆઇએ પુરી તકેદારી રાખી હોવાનું પણ જાણવા મળે છે.




પીએફ કમિશનર પાંડે રજા પર હોવાથી નિરજસિંગ પાસે ચાર્જ હતો
સીબીઆઈની ટીમે સૌરાષ્ટ્ર્ર–કચ્છની રાજકોટ સ્થિત પીએફની વડી કચેરી ખાતે પણ તપાસ હાથ ધરી હતી, આજે શનિવારે રજા હોવાથી કચેરી બંધ





રાજકોટમાં કોન્ટ્રાકટર પાસે નોટિસ ઈસ્યુમાં લાંચ લેવાના આરોપમાં ભુગર્ભમાં ઉતરી ગયેલા રાજકોટ ઈપીએફઓની રિજીયોનલ કચેરીના ડેપ્યુટી કમિશનર નિરંજસિંગ છેલ્લા એક સાહથી કચેરીના કમિશનરના ચાર્જમાં હતા. વીક એન્ડના આખરી દિવસે જ ગઈકાલે ટ્રેપને લઈને સીબીઆઈની એક ટીમે પીએફ કચેરીએ પણ સર્ચ હાથ ધર્યુ હતું. આજે શનિવારે કચેરી રજાના કારણે બધં હોવાથી કદાચિત સોમવારે ફરી સીબીઆઈની ટીમ તપાસ અર્થે કચેરીએ પહોંચે તેવી સ્ટાફ વર્તુળોમાં વાતો ચાલી રહી છે.



ટ્રેપ સંદર્ભે આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટ સ્થિત યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક આવેલી ઈપીએફઓની ઓફિસ સૌરાષ્ટ્ર્ર–કચ્છનું હેડ કવાર્ટર રિજીયોનલ ઓફિસ છે. અહીં ઓફિસ ઈન્ચાર્જ તરીકે મુખ્ય અધિકારી રિજીયોનલ કમિશનર પાંડે છે. જયારે નિરંજસિંગ ડેપ્યુટી કમિશનર છે.  છેલ્લા એક સાહથી મુખ્ય કમિશનર પાંડે રજા પર હોવાથી નિરંજસિંગ પાસે ચાર્જ હતો.
ચાર્જ દરમિયાન જ ગઈકાલે સીબીઆઈના દરોડા અને ખુદ ડેપ્યુટી કમિશનર નિરજસિંગ જ આરોપીના કઠેરામાં આવી ગયા હતા. સીબીઆઈએ જે રીતે ઓપરેશન પાર પાડયું ત્યારબાદ તુરત જ કચેરી ખાતે પણ સીબીઆઈની એક ટીમ આવી ચડી હતી. ડેપ્યુટી કમિશનરની ચેમ્બર સહિતની તલાસી લીધી હોવાનું જાણવા મળે છે.



અગાઉ પણ આવી એક ટ્રેપમાં જસાણી તાજના સાક્ષી બની ગયા હતાની ચર્ચા
ઈપીએફઓ કચેરીમાં થોડા વર્ષ પૂર્વે પણ એક ટ્રેપ થઈ હતી. એ સમયે પણ જસાણીનો રોલ નીકળ્યો હતો. ચર્ચાતી વિગતો મુજબ એ વેળાએ દિનેશભાઈ જસાણી તા.૪ના સાક્ષી બની ગયા હતા. જો કે, આ વખતે તેમના પુત્ર સચિન જસાણી સીબીઆઈની ટ્રેપમાં રંગેહાથ સપડાતા આરોપી બન્યા છે, પીએફ કચેરીના વર્તુળમાં જ ચાલતી ચર્ચા મુજબ નિરજસિંગનું રાજકોટમાં છેએક માસ પહેલા પોષ્ટ્રિંગ થયું હતું. તેમના બહારી બહુ સંપર્કેા ન હતા. કચેરીમાં સ્વચ્છ પ્રતિભા જેવી છાપ ધરાવતા હતા અને તેઓ જ લાંચના કેસમાં સપડાતા સૌ કોઈ આર્ય પામ્યા છે. સીબીઆઈના દરોડા બાદ જો અને તો જેવી એવી વાતો પણ વહેતી થવા લાગી હતી કે નોટિસોના નામે બહારથી જ વચેટિયાઓએ સેટલમેન્ટના નામે લાગતા વળગતાઓ ઓફિસમાં આપવા પડશેનું કહીં ઉદાહરણ કરી લેતાં હશે. ૭એ મુજબની પ્રોસિઝર થઈ અને તપાસતો પીએફ અધિકારીઓ સ્ટાફ પાસે હોય છે. શું કોઈને કોઈ ગણ્યા, ગાંઠયા સ્ટાફ, અધિકારીઓ સાથે સંપર્કેાના નામો વટાવાતા હશે?



અન્ય કન્સલ્ટન્સીઓ, એડવોકેટસ ગ્રુપમાં પણ થઈ પડી ચહલ પહલ
સીબીઆઈ દ્રારા સચિન એન્ડ કંપનીના જસાણીને પીએફ કચેરી તરફથી મોકલાયેલી નોટિસમાં ડેપ્યુટી કમિશનર નિરજસિંગ વતી બે લાખની લાંચ લેતાં પકડી લેવાયાની વાત પીએફ ઈએસઆઈ કે આવા ટેક્ષીસ કન્સલન્ટનું કામ ધરાવતી એડવોકેટસ પેઢીઓમાં પણ ભારે ચહલપહલ મચી ગઈ હતી. અન્ય આવી કંપનીઓ દ્રારા પણ પોતાના જરૂરી દસ્તાવેજો કે આવી વસ્તુઓ સગેવગે કે સમસૂતરી કરવા પ્રયાસો થયા હતા. સાથોસાથ સચિન એન્ડ કંપની સાથે કનેકટેકટ ધંધાર્થી ગ્રુપ્સમાં પણ ઉંડી ચિંતા હશે કે કયાંક આપણા તરફ પણ તપાસનો રેલો ન આવે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application