NEET પેપર લીક કેસમાં CBIએ કરી પ્રથમ ચાર્જશીટ ફાઇલ, 13 આરોપીઓના નામ, અત્યાર સુધીમાં કુલ 40ની કરાઈ ધરપકડ

  • August 01, 2024 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

CBI એ NEET પરીક્ષા પેપર લીક કેસમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી દિધી છે. તપાસ એજન્સીએ ફાઈલ કરેલી ચાર્જશીટમાં 13 લોકોને આરોપી બનાવ્યા છે. 


ચાર્જશીટમાં 13 આરોપીઓના નામ સામેલ

વિગતવાર વાત કરીએ તો સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2ને આરોપી બનાવવામાં આવ્યા છે. આ સિવાય અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવાનંદન કુમાર અને આયુષ રાજના નામ પણ આરોપીઓની યાદીમાં સામેલ છે. 


અત્યાર સુધીમાં કુલ 40ની કરાઈ ધરપકડ

સીબીઆઈએ ચાર્જશીટમાં કહ્યું કે અત્યાર સુધીમાં તેણે આ કેસમાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 15ની બિહાર પોલીસે ધરપકડ કરી છે અને 58 સ્થળોએ સર્ચ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application