રાજકોટ : ઓડિટ રિપોર્ટમાં કંપનીની નાણાંકીય હકીકતો છુપાવી બોગસ બિલો ઉભા કરી કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં લાખો પિયાનું ગેરકાયદે કમિશન મેળવવામાં સંડોવાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ દાસાણીની આગોતરા જામીન અરજી ભગાવી દીધી છે. સુર્યા હાઈબ્રીડ પ્રા.લી.ના ઓડિટ દરમિયાન કરોડોનું જી.એસ.ટી. કૌભાંડ છુપાવતો રિપોર્ટ આપવા મામલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ દાખલ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ અદાલતે ફગાવી દીધી છે. આ અંગેની હકીકત મુજબ, ૨૦ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તરીકે પ્રેકિટસ કરતા કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ સુર્યા હાઈબ્રીડ પ્રા. લી. કંપનીનું એકાઉન્ટ ઓડિટ કરી રિપોર્ટ આપવાના બદલે કંપની વતી ખોટા બિલો બનાવી બાવન લોકોને ૫.૭૩ કરોડની ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ પાસ કરાવી કમિશન પેટે કપીલ દાસાણીએ ૭૦ લાખ મેળવ્યા હોવાનું બહાર આવતાં જી.એસ.ટી. વિભાગે આ અંગે કપીલ દાસાણીને નોટિસ પાઠવી હતી. જેથી કપીલ દાસાણીએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બચાવ પક્ષની દલીલમાં જી.એસ.ટી. કાયદાની કલમ મુજબ આ ગુન્હો સમાધાન પાત્ર છે. ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ બિલની રકમ જમા કરાવ્યેથી ફોજદારી કેસ થતો નથી. આથી આગોતરા જામીન ઉપર મુકત કરવાની રજૂઆત કરી હતી. યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆતમાં જણાવેલ હતું કે જી.એસ.ટી. કાયદામાં સમાધાનકારી વલણ ફકત ટેક્ષેબલ મેન એટલે કે ટેક્ષ ભરવા પાત્ર વ્યકિતને જ લાગુ પડે છે. આ કેસમાં સુર્યા હાઈબ્રીડ પ્રા. લી. ટેક્ષેબલ મેન છે. સુર્યા હાઈબ્રીડ પ્રા. લી.એ જો ફકત કલમ–૧૩૨ હેઠળ ગુન્હો આચરેલ હોય તો જી.એસ.ટી. કાયદો અને તે હેઠળનો લાભ મળી શકે છે. પરંતુ કપીલ દાસાણીએ મોબાઈલ અને લેપટોપમાંથી ડેટા ડિલીટ કર્યેા છે. જે બિલો આપેલ છે તે કોઈ વેપારી કે ઉત્પાદક તરીકે નથી, ખોટા બિલો બનાવી ૫.૭૩ કરોડની આઈ.ટી.સી.ના બેનિફિટ અપાવી સીએએ ૭૦ લાખનું કમિશન મેળવેલું છે. તેથી કપીલ દાસાણી વિધ્ધ પુરાવાનો નાશ કરી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવાનો ગુનો બને છે. આ ગુના અંગેની મહત્તમ સજા આજીવન કેદ સુધીની છે. આ તમામ સંજોગો ધ્યાનમાં લેતા આરોપીને આગોતરા જામીન મળવા પાત્ર નથી. આ દલીલોને લઈ અધિક સેશન્સ જજ આઈ.બી. પઠાણે સીએ કપીલ દાસાણીની આગોતરા જામીનઅરજી રદ કરી છે. આ કેસમાં જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા