દેશની ઉમ્મીદને મોટો ઝટકો, CASએ વિનેશ ફોગાટનો કેસ ફગાવ્યો, નહીં મળે મેડલ

  • August 14, 2024 10:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની અપીલ ફગાવી દેવામાં આવી છે. સમગ્ર દેશની આશાઓને મોટો ફટકો પડ્યો છે.


ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટની અપીલ CAS દ્વારા ફગાવી દેવામાં આવી છે એટલે કે હવે તેને સિલ્વર મેડલ નહીં મળે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટને ફાઈનલ મેચના દિવસે નિર્ધારિત ધોરણો કરતા 100 ગ્રામ વધુ વજન મળવાના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ સંદર્ભમાં તેણે સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી, જેનો નિર્ણય 16 ઓગસ્ટે જાહેર થવાનો હતો પરંતુ હવે ઘણા દિવસોની રાહ જોયા પછી અપીલ ફગાવી દેવામાં આવી છે.


આ અંગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને આ નિર્ણયથી તેઓ ચોંકી ગયા છે. વિનેશે 7 ઓગસ્ટે સિલ્વર મેડલ આપવાની અપીલ કરી હતી અને CASએ આ માંગણી સ્વીકારી હતી. આ કેસની સુનાવણી 9 ઓગસ્ટે થઈ હતી, જેમાં વિનેશનું પ્રતિનિધિત્વ ચાર વકીલો દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારતના ટોચના વકીલો હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાને પણ મદદ માટે મોકલવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application