લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં સીએએ કાયદો લાગુ કરી દેવાશે

  • January 03, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) બાબતે મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા, મોટાભાગે આ મહીને જ, સીએએ ૨૦૧૯ના નિયમોને નોટીફીકેશન જારી કરીને સૂચિત કરશે તેમ સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિ સરકારી અધિકારીને ટાંકીને કહ્યું હતું.

કેન્દ્રની મોદી સરકાર દ્રારા લાવવામાં આવેલા સીએએ હેઠળ, ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન–મુસ્લિમ સ્થળાંતર કરનારાઓ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને િસ્તીઓ)ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. સંસદે ડિસેમ્બર ૨૦૧૯ માં સંબંધિત બિલને મંજૂરી આપી હતી અને બાદમાં રાષ્ટ્ર્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી, તેના વિરોધમાં દેશના કેટલાક ભાગોમાં મોટા પ્રદર્શનો થયા હતા. આ કાયદા વિષે એવું માનવામાં આવી રહ્યું છે કે તે વિદેશીઓને દેશની બહાર કાઢી મુકવા માટેનો કાયદો છે એટલે તેનો વિરોધ થઇ રહ્યો છે. ભાજપ આ કાયદાનો રાજકીય ઉપયોગ કરવા માટે તેને લોકસભાની ચૂંટણી પહેલા અમલમાં લાવવા માંગે છે. હમણા અમિત શાહે કહ્યું હતું કે સીએએ કાયદાને લાગુ કરતા કોઈ રોકી શકે એમ નથી.

અધિકારીએ કહ્યું હતું અમે ટૂંક સમયમાં સીએએના નિયમો જારી કરવાના છીએ. નિયમો જારી થયા પછી, કાયદો લાગુ કરી શકાય છે અને યોગ્ય લોકોને ભારતીય નાગરિકતા આપી શકાય છે. કાયદામાં ચાર વર્ષથી વધુનો વિલબં થયો છે અને કાયદાના અમલ માટે નિયમો જરી છે.

એપ્રિલ–મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કાયદાના નિયમોની જાણ કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું, 'હા, તે પહેલા જ. તેમણે કહ્યું, નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે.

અરજદારોએ તે વર્ષ જાહેર કરવું આવશ્યક છે કે જેમાં તેઓ મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૨૭ ડિસેમ્બરે કહ્યું હતું કેસીએએના અમલીકરણને કોઈ રોકી શકે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. કોલકાતામાં પાર્ટીની બેઠકને સંબોધિત કરતી વખતે શાહે કહ્યું હતું કે સીએએનો અમલ એ ભાજપની પ્રતિબદ્ધતા છે. મમતા બેનજીર્ની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સીએએનો વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાંસીએએ લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application