દેશભરમાં એક સપ્તાહમાં CAA લાગુ થશે: મંત્રી

  • January 29, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દક્ષિણ ૨૪ પરગણામાં એક રેલીમાં કહ્યું કે નાગરિકતા (સુધારા) કાયદો (સીએએ) પશ્ચિમ બંગાળ અને બાકીના ભારતમાં એક અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે. જો કે, બાદમાં આ બાબતે પૂછવામાં આવતા મંત્રી શાંતનુએ એવું કહ્યું હતું કે તેઓને આશા છે કે ભારતમાં આવતા સાત દિવસમાં સીએએ લાગુ થઈ જશે. આ કાયદા અંગે, તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણનો પણ ઉલ્લેખ કર્યેા હતો જેમાં અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાને 'દેશનો કાયદો' ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ સીએએને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો હતો.


બંગાળે સીએએ વિરુધ્ધ ઠરાવ પસાર કર્યેા હતો

મમતા બેનજીર્ની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે ૨૦૨૦માં સીએએ વિરૂદ્ધ ઠરાવ પસાર કર્યેા હતો. આવો પ્રસ્તાવ લાવનાર પશ્ચિમ બંગાળ ચોથું રાજ્ય બન્યું છે. ત્યારે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે, અમે બંગાળમાં સીએએ, એનપીઆર અને એનઆરસી લાગુ થવા દઈશું નહીં.


સીએએ કાયદો ચાર વર્ષ થયા છતાં લાગુ નથી થયો

ભાજપ દ્રારા રજૂ કરાયેલું બિલ ડિસેમ્બર ૨૦૧૯ માં રાજ્યસભા અને લોકસભા બંનેમાં પસાર થયું હતું. બિલ પસાર થયાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં, નવા કાયદાના નિયમો હજુ સુધી ઘડવામાં આવ્યા નથી. પ્રક્રિયામાં ઓછામાં ઓછા ૮ એકસટેંશન છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ કાયદો લાવી હતી. આ કાયદા હેઠળ, ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન–મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ક્રીસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો ડિસેમ્બર ૨૦૧૯માં સંસદ દ્રારા પસાર કરવામાં આવ્યો હતો. સંસદ દ્રારા પસાર થયા બાદ તેને રાષ્ટ્ર્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application