પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેર કર્યા પ્રદેશ પ્રવક્તા, આઈટી અને સોશિયલ મીડિયાના કન્વીનરના નામ

  • January 12, 2021 04:25 PM 1345 views

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા આજે વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજરોજ સંગઠનના પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા, આઈટી તેમજ સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર સહ કન્વીનરોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામની યાદી નીચે દર્શાવ્યાનુસાર છે. 

 

યાદી અનુસાર ડો. ભરતભાઈ બોઘરાને પ્રદેશ ઉપપ્રમુખ, મહેન્દ્રભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ, જયશ્રીબેને દેસાઈને પ્રદેશ મંત્રી, યમલભાઈ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તા, ડો યજ્ઞેશભાઈ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી, કિશોરભાઈ મકવાણાને પ્રદેશ સહ મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.  નિખીલભાઈ પટેલ કન્વીનર, આઈટી, સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ કન્વીનર, સોશિયલ મીડિયા, મનનભાઈ દાણી પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયાની જવાબદારી સોંપવામાં આવી છે. આજે ભાજપમાં નવા 9 પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે આ પહેલા 22 પદાધિકારીઓની નિયુક્તિ થઈ હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application