આંકડા છુપાવીને કોરોના મહામારીના સત્યને મોદી સરકારે નિયંત્રિત કર્યુ : રાહુલ ગાંધી

  • April 27, 2021 04:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. લોકો વાઈરસના સંક્રમણથી અને અપૂરતી સુવિધાના કારણે લાચાર બની રહ્યા છે. મુસીબતના સમયમાં જ્યાં એક તરફ બેડ અને ઓક્સિજનની અછત છે ત્યાં બીજી તરફ કોરોનાથી થતાં મોતના આંકડા સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

 

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર ઉપર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, રોજગાર અને વિકાસની જેમ કેન્દ્ર સરકાર કોરોનાનો સાચો ડેટા હજુ સુધી જનતા સુધી પહોંચવા દેતા નથી. મહામારી નહીં પરંતુ મહામારીનું સત્ય તો નિયંત્રણ કર્યું જ છે.

 

 

આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનેશનને લઈને ટ્વીટ કરતા કહ્યું હતું કે, ચર્ચા ઘણી થઈ ગઈ છે. દેશવાસીઓને વેક્સિન મફતમાં મળવી જોઈએ, વાત ખતમ. રાહુલે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે ભારતને ભાજપા સિસ્ટમનું વિક્ટિમ બનાવો નહીં. રાહુલ ગાંધી સતત સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતા રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS