જામનગરમાં બીએસએનએલ લેન્ડલાઇન બ્રોડ બેન્ડમાં ધાંધીયા

  • July 20, 2021 11:46 AM 

ગ્રાહકો પરેશાન: સામાજીક કાર્યકર દ્વારા ખુલ્લો પત્ર

જામનગરમાં બીએસએનએલ લેન્ડલાઇન બ્રોડબેન્ડમાં ચોમાસાની સીઝન પહેલા ધાંધીયા થતા ગ્રાહકો હેરાન પરેશાન થાય છે આ ફરિયાદો આમ પ્રજામાંથી આવે છે તેમજ ફોરજી નેટવર્કમાં પૂરતી સ્ીપડ આવતી નથી મોબાઇલમાં ચાલુ વાતે વાતો અધૂરી રહે છે કોલ પણ કપાઇ જવો અને સરકારી કચેરીઓ સરવર ધીમા પડી જાય  અને સરકારી કચેરીમાં મોટા ભાગના ફોન ઉપાડતા નથી. અધિકારીઓ ફરિયાદ બાબતે કસ્ટમર કેરમાં ફરિયાદ નો0ધાવા છતાં કોઇ નિવેડો આવતો નથી ખોટા મેસેજ મોબાઇલમાં આવી જાય છે.

બીજેપી સરકાર હાલમાં ડીજીટલ ઇન્ડીયાની મોટી મોટી વાતો કરેછે જયાં સરકારી વહીવટતંત્ર જ ખાડે ગયું છે તેનું શું ? મોટાભાગના રાજકારણીને ડીજીટલ ઇન્ડીયામાં ટપ્પો પડતો નથી તેનું શું ? ભારતની 135 કરોડની જનતામાંથી 25ટકા પ્રજાને મોબાઇલ પુરી રીતે યુઝ કરતા નથી આવડતા જો ખરેખર સર્વે કરવામાં આવે તો સાચી હકીકતની ખબર પડે.

ફકત અનેફકત જાહેરાત કરવાથી કોઇ વળવાનું નથી હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક મળતું નથી અને એક જ પરિવારમાં બે બાળકો હોય અને મા-બાપ હોય તો મોબાઇલનો ખર્ચ કાઢે કે આ મોંઘવારીમાં ગુજરાન ચલાવે વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં મુશ્કેલીઓ સર્જાઇ રહે છે 21મી સદીમાં આમ પ્રજાને વસમુ લાગે છે તેવો અભિપ્રાય સામજીક કાર્યકર અને આરટીઆઇ એકટીવીસ્ટ પ્રફુલ કે. કંસારાએ તેમાના ખુલ્લા પત્રમાં વર્ણવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS