રાજકોટ શહેરમાં દેવ એન્ટરપ્રાઇઝ નામની પેઢી પાસેથી ખરીદ કરેલ એસ.એસ. ડોર કિટસની રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના કેસમાં અદાલતે શ્યામ એન્ટરપ્રાઇઝ પેઢીના પ્રોપ્રાઈટર હાર્દિક તાળાને એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, શહેરના કોઠારીયા રોડ પર આવેલ શુભમ પાર્ક મેઇન રોડ, હાપલીયા પાર્કમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના પ્રોપ્રાઈટર હાર્દિક ધીરજલાલ તાળાએ શહેરના પરસાણા સોસાયટીમાં આવેલી દેવ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના પ્રોપ્રાઈટર ધર્મેશભાઈ ગોવિંદભાઈ પરસાણા પાસેથી એસ.એસ. ડોર કિટસની ખરીદી કરી હતી, બાદમાં તેની રકમ ચૂકવવા રૂ. 93716નો પેઢીનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ ધર્મેશ પરસાણાએ હાર્દિક તાળાને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.જે કેસ ચાલવા પર આવતા તેમાં આરોપી હાજર થયા હતા અને કેસમાં પુરાવો લેવામાં આવ્યો હતો. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદીના વકીલની દલીલો અને રજુઆતો બાદ કોર્ટે તેમના ચુકાદામાં પુરાવાની વિસ્તૃત છણાવટ બાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આઈ.એમ.શેખે આરોપી હાર્દિક તાળાને કાયદાની જોગવાઈ મુજબ એક વર્ષની સજા અને રૂા. ૯૩,૭૧૬/- ચેકની રકમ વળતર ચુકવવામાં કસુર ઠરે તો વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે મુકેશ આર. કેશરીયા, સંજયસિંહ આર. જાડેજા, રાજેશ એન.મંજુષા, હાર્દીક એમ. પાઠક, હાર્દીક પી.વાગડીયા, લો સ્ટુડન્ટ સંજય પી. ટાંક અને ચિંતનભાઈ સંચાણીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application