રાજકોટમાં સિટી બસ કાંડમાં ચાર નાગરિકોના કરૂણ મોત નિપજતા આ મામલે આજે સવારે શહેરના કાલાવડ રોડ ઉપર કોટેચા ચોકમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં વિધાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ સર્જી દેવામાં આવ્યો હતો તેમજ મહાપાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને રોડ ઉપર આળોટીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
મહાપાલિકાની સિટી બસ સેવાના મુસાફરોની કુલ સંખ્યામાં પચાસ ટકાથી વધુ મુસાફરો શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ છે ત્યારે એનએસયુઆઈએ આ બાબતને ધ્યાને લઈને ભવિષ્યમાં સિટી બસો આવા અકસ્માતો સર્જી કોઈના જીવ ન લ્યે તે માટે દરેક સિટી બસની ફિટનેસ ચેક કરવા, ડ્રાઇવરોની ફિટનેસ તેમજ હેલ્થ ચેકઅપ કરવા, તમામના આરટીઓ લાયસન્સ ચેક કરવા, ડ્રાઇવરોની ભરતી માટે યોગ્ય નિયમો ઘડવા, કોન્ટ્રાક્ટ આપવામાં ટેન્ડરમાં કથિત ગોલમાલ થયાની તપાસ કરવા અને તેમાં ભાજપના નેતાઓની ભલામણ હતી કે કેમ તેમજ જવાબદાર અધિકારીઓ અને ઇજનેરો સામે પગલા લેવા સહિતની માંગ ઉઠાવી હતી. ખાસ કરીને સિટી બસ કાંડ માં જવાબદારો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરવા માંગણી કરી હતી.આક્રમક વિરોધ પ્રદર્શન કરી પ્લે કાર્ડ દર્શાવી રહેલા તમામ આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંપની અમારી સાથે ભેદભાવ કરે છેઃ યુએસમાં ટીસીએસના અમેરિકન કર્મીઓનો આક્ષેપ
April 19, 2025 11:36 AMરેલવે ઉતારૂ-ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણમાં રાજકોટ પ્રથમ નંબરે
April 19, 2025 11:35 AMભારતના તેવર જોઈ શ્રીલંકાએ પાક.ને નૌકાદળ કવાયતની ના પાડી દીધી
April 19, 2025 11:31 AMભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા અઠવાડિયે 10.872 બિલિયન ડોલરનો વધારો
April 19, 2025 11:30 AMછેલ્લી ત્રણ વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી ૧૪૬૩૪ પડતા મુકાયા
April 19, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech