રૂ. 55,000 નો મુદ્દામાલ ચોરાયો
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગત તારીખ 19 મીના રોજ કોઈ તસ્કરોએ ત્રાટકી અને આ મકાનના તાળા તોડી, અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. આ મકાનમાં રાખવામાં આવેલા રૂપિયા 51,500 ની કિંમતના સોના તથા ચાંદીના દાગીના તથા રૂપિયા 3,000 રોકડા મળી, કુલ રૂપિયા 54,500 નો મુદ્દામાલ તસ્કરો ઉસેડી ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે આ આસામીના ભાઈ ઈબ્રાહીમભાઈ જુમાભાઈ દેથા (ઉ.વ. 45, રહે. પીર લાખાસર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં વરલીનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે આવેલા એક મંદિરની બાજુની ગલીમાં રહેતા ફારૂક ઉમરભાઈ શેખ નામના 25 વર્ષના શખ્સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, રૂ. 11,410 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાંથી પીધેલી હાલતમાં કાર ચાલક ઝબ્બે
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ગઢવી ભીમા નગા ધારાણી (ઉ.વ. 35) ને પોલીસે અત્રે લાલપરડા ચેકપોસ્ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 60 હજારની કિંમતની જી.જે. 03 ડી.જી. 8347 નંબરની ઈક્કો મોટરકાર ચલાવતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર દેવળિયા ગામની એક પોસ્ટ પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર મોટરસાયકલ પર નીકળેલા લાલપુર તાલુકાના પડાણા ગામના રહીશ વિરમ સામત બથવાર (ઉ.વ. 37) ને ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech