રાજકોટ શહેરમાં જામનગર રોડ પર ગાંધી સોસાયટીમાં રહેતા વોરા વેપારીના બધં મકાનમાં ૧૭.૫૬ લાખની કિંમતના સોનાના ઘરેણા અને અન્ય વસ્તુઓની થયેલી ચોરીની ઘટનામાં રાજકોટ એલસીબી ઝોન–૨ની ટીમને ડીટેકશનમાં સફળતા મળી છે. કોલ્હાપુરનો કુખ્યાત તસ્કર અજીત શીવરાય ધનગર ઉ.વ.૩૪ તેની કર્ણાટકની પ્રેમીકા નિગમ્મા ટીપન્ના એમેટી ઉ.વ.૩૦ સાથે બંટી–બબલીને નાસી છૂટે તે પુર્વે પકડી પાડી ચોરીનો પુરેપુરો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. કર્ણાટક અને મહારાષ્ટ્ર્રમાં વોન્ટેડ આ કુખ્યાત તસ્કર તેની પ્રેમીકા સાથે ગત તા.૨૮ના રોજ રાજકોટ આવ્યો હતો અને વોરા વેપારીના મકાન ઉપરાંત એક મંદિર તથા એક મકાનમાં પણ ચોરી કરી હતી.
વોરા વેપારી પરિવાર સાથે વિયેતનામ ગયો હતો. તે દરમિયાન ગત તા.૩૦૧૨ના રોજ તેના ઘરમાં ચોરી થઈ હતી. જેમાં સોનાના ઘરેણા, મોબાઈલ ફોન, ઉર્દુ ભાષામાં લખેલા સિલ્વર કોઈન, ભારતીય ચલણના ૩૨,૯૦૦ રૂપિયા તેમજ ૯૨ હજારની સાઉદી અરેબીયન સિંગાપુર અને ઓસ્ટે્રલીયાની વિદેશી કરન્સી મળી ૧૭,૫૫,૯૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ બનાવ સંદર્ભે ગાંધીગ્રામ પોલીસ મથકમાં તા.૩૧ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. લાખોની ચોરીના મામલે ક્રાઈમ બ્રાંચ, એલસીબી અને ગાંધીગ્રામ પોલીસ તપાસમાં જોડાઈ હતી. એલસીબી ઝોન–૨ની ટીમે આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરા બનાવ સ્થળની નજીકના સીસીટીવી ફટેજ અને ટેકનીકલ સોર્સ તથા ખાનગી બાતમીદારોને કામે લગાડયા હતા.
એ દરમિયાન એલસીબી ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમને માહિતી મળતા આ બંટી–બબલી માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ રોડ પર અન્ય વાહનમાં નાસી જવાની ફીરાકમાં હતા તે દરમ્યાન ટીમ પહોંચી ગઈ હતી અને બંટી–બબલીને ચોરાયેલી તમામ માલમત્તા સાથે ઝડપી લીધા હતા. આરોપી અજીત સામે ૨૮થી વધુ ચોરી, ઘરફોડી સહિતના ગુનાઓ મહારાષ્ટ્ર્ર અને કર્ણાટક રાયમાં નોંધાયેલા છે. ત્રણ દિવસ પહેલા તા.૨૮ના રોજ રાજકોટ આવ્યો હતો અને બધં મકાનની રેકી કરી ચોરી કરી હતી. ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ડીટેકશન કયુ હતું.
રાજકોટમાં પ્રથમ વખત આવ્યા અને ત્રીજા દિવસે લાખોનો હાથ માર્યેા
ચોરીમાં માસ્ટર એવા આંતરરાય કુખ્યાત તસ્કર અજીત ધનગરએ મહારાષ્ટ્ર્ર અને કર્ણાટકમાં બેલગામ, હત્પકકેરી, બેંગ્લુરૂ, સંખેશ્ર્વર અને કોલ્હાપુરમાં તરખાટ મચાવ્યો હતો. રાજકોટમાં પ્રથમ વખત ચોરી કરવા આવ્યો હતો અને સાથે પ્રેમીકાને પણ લઈ આવ્યો હતો. અહીં બસ સ્ટેશન પાછળ એક ગેસ્ટ હાઉસમાં ગત તા.૨૮૧૨ના રોજ આવ્યો હતો. રીક્ષા ભાડે કરીને બે દિવસ સુધી બન્ને અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા. તા.૩૦ના રોજ બપોરના સમયે રેકી કરીને રાત્રે ગાંધી સોસાયટી, પરાસર પાર્ક તથા સત્મપાર્કમાં ચોરી કરી.
મહારાષ્ટ્ર્ર, કર્ણાટક અને ગોવાની પોલીસ કુખ્યાત તસ્કરને શોધતી હતી
બધં મિલકતોના તાળા તોડીને લાખોની ચોરી કરવાની કુટેવ ધરાવતો અજીત ધનગર ત્રણ મુલ્કની પોલીસમાં વોન્ટેડ હતો. મહારાષ્ટ્ર્ર, કર્ણાટક અને ગોવાની પોલીસ તેને શોધતી હતી. ચોરીઓ, ઘરફોડીમાં નોંધાયેલા ૨૮ ગુનાઓમાં ઘણાખરામાં અજીત વોન્ટેડ હતો. પોલીસના કહેવા મુજબ ન નોંધાયેલા કદાચ અઢળક ગુના હશે. ગત તા.૮૧૧૨૪ના રોજ અજીત જેલ મુકત થયો હતો અને કર્ણાટકથી તેની પ્રેમીકા નિગમ્મા (ઉ.વ.૩૦ રહે. દશનાપુર હોબલી બેંગ્લોર)ને લઈને નીકળી ગયો હતો. દોઢેક માસ બાદ ગત તા.૨૮ના રાજકોટ પહોંચ્યો હતો. આરોપી જેલ મુકત થયા બાદ અન્ય ગુનાઓમાં તેમજ કોર્ટમાં પણ રજુ ન થતો હોય તે વોરંટોમાં પણ વોન્ટેડ હતો જેથી મહારાષ્ટ્ર્ર અને કર્ણાટકની પોલીસ અજીતને શોધતી હતી.
બેંગ્લોરમાં પ્રેમ પાંગરતા પરિણીતાને લઈને નાસી છૂટયો
બંટી–બબલીની પ્રેમ કહાનીને જાણવા મળેલી વિગતો મુજબ ચોરી કરવામાં માસ્ટર અજીત ૨૦૧૬થી ૨૦૨૨ સુધી જેલમાં રહ્યો હતો. ત્યાર બાદ બેંગ્લોર કામ અર્થે ગયો હતો. ત્યાં નિગમ્મા સાથે પરિચય થયો હતો. ઓળખાણ બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યેા હતો. છ માસ પહેલા અજીત ત્રણ સંતાનની માતા એવી નિગમ્માને લઈને નાસી છૂટયો હતો. જે તે સમયે બેંગ્લોરમાં મહિલાની નાસી ગયા અંગે ફરિયાદ નોંધાઈ હતી. બન્ન બેંગ્લોર આવતા પોલીસે પકડી લીધો હતો અને અજીત જેલમાં ગયો હતો. તા.૮૧૧ના રોજ જેલમાંથી છૂટયો હતો અને ફરી પરિણીત પ્રેમીકાને લઈને બેંગ્લોરથી ભાગ્યો હતો. ફરતા ફરતા રાજકોટ આવી ચડયો હતો. બેંગ્લોરમાં પરિણીતા મીસીંગ હોવાની ફરિયાદ નોંધાયેલી હોવાનું પણ જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech