રાજકોટ મહાનગરપાલિકાએ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને બારોબાર વેચી માર્યાના કથિત જમીન કૌભાંડ મામલે આજે રાજકોટ એનએસયુઆઇ દ્રારા રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે બાળકોને રમવા માટે અપાતી રમકડાંની નકલી ચલણી નોટો ફેંકીને મહાપાલિકા તંત્રમાં બેફામ ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે પૈસા ફેંક તમાશા દેખનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવા પહોંચે તે પૂર્વે જ ત્યાં આગળ ઉપસ્થિત પોલીસ કાફલા દ્રારા તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
વિશેષમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની શિક્ષણ હેતુની જગ્યા મહાનગરપાલિકા દ્રારા બિલ્ડરને ફાળવવા બાબતે રાજકોટ એનએસયુઆઇ દ્રારા જારી કરાયેલી અખબારી યાદીમાં પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે કે
સૌરાષ્ટ્ર્રના વિધાર્થીઓના શૈક્ષણિક હેતુ માટે જે તે સમયની ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ હતી અને તેમને શિક્ષણવિદ તરીકે સમગ્ર ગુજરાત ઓળખે છે તેવા શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડને પ્રથમ ઉપકુલપતિ બનાવી શિક્ષણનો વ્યાપ વધારવામાં માટે અનેક કાર્ય તેના સમય દરમિયાન કરવામાં આવેલ. હાલમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એક વિશાળ વટવૃક્ષ તરીકે ઉભી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ખરાબ ઇરાદે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની કરોડ પિયાની જમીન જે તે બિલ્ડરને ખોટી રીતે ફાળવીને સૌરાષ્ટ્ર્રના ગરીબ અને મધ્ય વિધાર્થીઓ સાથે અન્યાય કરેલ છે. જેના કારણે સૌરાષ્ટ્ર્ર યુનિ.ના વિધાર્થીને મોટું નુકસાન કરવાનો સમય આવશે.
યાદીમાં આક્ષેપો કરતા ઉમેયુ છે કે, મહાનગરપાલિકાની મંજૂરી અને અમલી ટાઉનશીપ પ્લાનિંગ સ્કીમ નં.૧૬ (રૈયા) માં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી માલિકીની અને કબજાની જમીન સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કર્યા વગર જ બારોબાર જ વેચી નાખવામાં આવી છે ! જો આ પ્લોટની ફાળવણી કરવી હોય તો તે નિયમ અનુસાર કલેકટર તત્રં દ્રારા યુનિવર્સિટીને જાણ કરવામાં આવે તેમજ મહાપાલિકા દ્રારા પણ જાણ કરવામાં આવે ત્યારબાદ સ્થળની તપાસ યોગ્ય કરી તેનું પંચનામુ કરવામાં આવે અને ત્યારબાદ જો યુનિવર્સિટીના સતાધીશો આ બાબતે સહમત હોય તો જ આ પ્લોટ ફાળવણીની કાર્યવાહી આગળ થઈ શકે.આ જમીન ખોટી રીતે વેચી ભ્રષ્ટ્રાચાર કરીને ફાળવણી કરવામાં આવેલ છે. જે બાબતે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના વાઇસ ચાંસલરએ મહાનગરપાલિકાને ૨૦૨૧, ૨૦૨૨ તથા ૨૦૨૩ અનેકવાર પત્ર વ્યવહાર કરીને તત્રં ને જાણ અને રજૂઆત કરેલ છે કે આ જગ્યા અયોગ્ય રીતે અમારી જગ્યા પાસે થી પડવેલી છે, પણ મહાનગરપાલિકા દ્રારા એક પણ પત્રનો જવાબ આપવામાં આવેલ નથી. યાદીના અંતમાં જણાવ્યું છે કે આ જમીન પર કરોડોનો ભ્રષ્ટ્રાચાર કરનાર જે ભાજપના પદાધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સંડોવાયેલા છે તેના ઉપર પગલાં લેવામાં આવે અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની જમીન તેને પરત આપવામાં આવે. અન્યથા આવનારા દિવસોમાં એનએસયુઆઇ દ્રારા સૌરાષ્ટ્ર્ર વ્યાપી આંદોલન કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech