અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકે બુધવારે પોતાની નાણાકીય નીતિઓ જાહેર કરશે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ૦.૨૫%નો ઘટાડો કરી શકે છે. કેટલાક નિષ્ણાતોએ દરમાં ૦.૫% ઘટાડો થવાની અપેક્ષા દર્શાવી છે. આ આશાના કારણે સોમવારે ભારતીય શેરબજાર તેની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. આ ઉપરાંત સોના–ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ચાંદી ફરી ૯૦,૦૦૦ પિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. હાલ ચાંદીના ભાવ માર્કેટમાં ૯૩,૧૦૦ બોલાઈ રહ્યા છે. એમસીએકસ પર પ્રતિ ૧૦ ગ્રામ સોનું ૭૪,૦૦૦ પિયાની નજીક પહોંચી ગયું છે. છેલ્લા એક સાહમાં એમસીએકસ પર ચાંદીના ભાવમાં કિલો દીઠ . ૭૫૦૦ અને એક મહિનામાં . ૧૦,૦૦૦નો વધારો થયો છે. યારે સોનાના ભાવમાં પણ એક સાહમાં ૨૦૦૦ પિયા અને એક મહિનામાં ૪૦૦૦ પિયાનો વધારો થયો છે, જે સામાન્ય બજેટ પહેલાના સ્તરથી પણ ઉપર છે. સોમવારે એમસીએકસ પર સોનું . ૭૩,૬૪૯ અને ચાંદી . ૯૦,૨૮૪ પર પહોંચી હતી. અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાથી સોના અને ચાંદીમાં વધુ વધારો થવાની ધારણા છે. જો વ્યાજદરમાં ૦.૨૫%નો ઘટાડો કરવામાં આવે તો શેરબજાર પર વધુ અસર નહીં થાય, પરંતુ જો દર ૦.૫% ઘટશે તો તેજીની ચાલ જોવા મળી શકે છે.
મહેતા ઇકિવટીઝના રાહુલ કલંતરીએ જણાવ્યું હતું કે, જો યુએસ સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરશે તો સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે. આ ઉપરાંત ડોલરની નબળાઈને કારણે પણ સોનાને ટેકો મળતો રહેશે. ભૌગોલિક રાજકીય તણાવને કારણે સોનામાં પણ મજબૂતી જોવા મળી રહી છે. યુક્રેન અને મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો પણ તણાવપૂર્ણ છે. તેનાથી ભવિષ્યમાં પણ સોનાની માંગ વધશે.
એકસએમ ઓસ્ટ્રેલિયાના સીઇઓ પીટર મેકગુઇરે જણાવ્યું હતું કે, આ મહિનાના અતં સુધીમાં આંતરરાષ્ટ્ર્રીય બજારમાં સોનાની કિંમત ૨,૭૦૦ ડોલર સુધી પહોંચે તો નવાઈ નહીં. ગોલ્ડમેનને આગામી વર્ષે સોનું ૨,૭૦૦ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. બેન્ક ઓફ અમેરિકાએ આગામી વર્ષ સુધીમાં સોનાની કિંમત ૩,૦૦૦ ડોલર પ્રતિ ઔસં સુધી પહોંચવાની આગાહી કરી છે. ત્યારે એલકેપી સિકયોરિટીઝના જતિન ત્રિવેદીએ કહ્યું કે, ભારતમાં સોનું ટૂંક સમયમાં . ૭૫,૦૦૦ને પાર કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech